Site icon News Continuous Bureau | Mumbai

મેટ્રો 9 નું કામ જોરદાર ગતિએ; અન્ય મેટ્રો કોરિડોરથી અનોખો હશે આ કોરિડોર; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 3 નવેમ્બર, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

મુંબઈને મેટ્રો સિટી બનાવવાની તૈયારી ખૂબ જ ઝડપી ગતિએ શરૂ છે. મેટ્રો-9 પ્રોજેક્ટનું કામ આ દિવસોમાં જોરદાર ગતિએ ચાલી રહ્યું છે. મેટ્રો લાઇન-9 એ અંધેરીથી CSMIA અને દહિસરથી મીરા રોડ સુધીના મેટ્રો-7 (રેડ લાઇન) કોરિડોરનું વિસ્તરણ છે. મેટ્રો લાઈન-9 અન્ય મેટ્રો લાઈનોની સરખામણીમાં અનન્ય હશે કારણ કે આ કોરિડોરમાં બે 2-સ્તરીય (ડબલ-ડેકર) બ્રિજ હશે. જે તેને અન્ય મેટ્રો કોરિડોર કરતાં વધુ ખાસ બનાવે છે. 

2-ટાયર બ્રિજના પહેલા ડેકમાં ફ્લાયઓવર હશે અને બીજા ડેકમાં મેટ્રો દોડશે. આ 2 ટાયર ફ્લાયઓવર દીપક હોસ્પિટલ અને ગોલ્ડન નેસ્ટ જંકશન પાસે બનાવવામાં આવી રહ્યો છે. અહીં પહેલા રોડ બનશે, તેની ઉપર ફ્લાયઓવર બનશે, પછી તેની ઉપર મેટ્રો સ્ટેશનનું પ્લેટફોર્મ હશે. તેને ગ્રાઉન્ડ પ્લસ 2 ફ્લાયઓવર પણ કહેવામાં આવે છે. આ ફ્લાયઓવર 700થી 800 મીટર લાંબો હશે.

મુંબઈગરા માટે સારા સમાચારઃ બહુ જલદી મોબાઈલ ટિકિટ ફરી ચાલુ થશે, તેના માટે રેલવે અને મહારાષ્ટ્ર સરકાર કરી રહીછે આ કામ; જાણો વિગત.
 

ડબલ ડેકર બ્રિજની વિશેષતાઓ

ડબલ-ડેકર ફ્લાયઓવર શિવાજી ચોક (મીરા રોડ) મેટ્રો સ્ટેશન નજીકથી શરૂ થશે અને મીરા-ભાઈંદર રોડ થઈને ભાયંદર-પૂર્વમાં સમાપ્ત થશે. તે હાલના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે, વેસ્ટર્ન રેલવે, મેટ્રો યલો લાઇન (દહિસરથી ડીએન નગર) અને રેડ લાઇન (અંધેરી-ઇથી દહિસર-ઇ) વચ્ચે ઇન્ટરકનેક્ટિવિટી પ્રદાન કરશે.

 

મેટ્રો-9 એક્સ્ટેંશનમાં 1 કિ.મીના અંતર-સ્ટેશન સાથે 9 સ્ટેશન હશે. આ લાઈન સુરત-દહિસર હાઈવેની સમાંતર ચાલશે, પછી કાશી મીરા જંક્શન પર ડાબે વળશે અને મીરા રોડ-ભાઈંદરમાંથી પસાર થતાં પહેલાં ગોલ્ડન નેસ્ટ સર્કલ, ભાયંદર ખાતે સમાપ્ત થશે. આ પ્રોજેક્ટમાં રૂ. 3,600 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. MMRDAએ વર્ષ 2024માં આ કોરિડોર શરૂ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.

 

Bangladeshi Detained in Ghatkopar ઘાટકોપરમાં ગેરકાયદે રહેતા સાત બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા; દેશનિકાલ (Deportation) ની કાર્યવાહી શરૂ
Mumbai Airport Customs Seizure મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી; ₹૪૨.૪૨ કરોડનો દાણચોરીનો મુદ્દામાલ જપ્ત, ૨૭ની ધરપકડ
Chembur Gate Collapse Tragedy ચેમ્બુરમાં લોખંડનો ગેટ માથે પડતાં 46 વર્ષીય સિક્યોરિટી ગાર્ડનું કરુણ મોત, પોલીસે તપાસ હાથ ધરી
Mumbai Underground Road Network 53 હજાર કરોડના ‘પાતાળ લોક’ પ્રોજેક્ટથી બદલાશે મુંબઈની તસવીર, જમીનની નીચે જોડાશે સી લિંક, એરપોર્ટ અને BKC
Exit mobile version