Site icon News Continuous Bureau | Mumbai

સાવધાન! સોશિયલ મિડિયા પર પોસ્ટ કરતાં પહેલા એક વખત વિચાર કરજો. વાંધાજનક પોસ્ટ કરનારા યુઝર્સ સામે થશે આ કાર્યવાહી ….

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 16 ઑક્ટોબર, 2021
શનિવાર     
સેલિબ્રિટીઝ, રાજકરણી, ક્રિયેટર્સ સહિત પબ્લિક ફિગર પર કોઈ પણ પ્રકારની કમેન્ટ કરતાં પહેલાં એક વખત વિચાર કરજો. તાજેતરમાં જ સોશિયલ મીડિયાના દિગ્ગજ ફેસબુકે જાહેર કર્યું છે કે આ લોકોને ટાર્ગેટ કરનારી ગંભીર સેક્શુયલ કન્ટેન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વાંધાજનક પોસ્ટ કરનારાઓના ઍકાઉન્ટ બ્લૉક કરી દેવામાં આવશે. કંપનીની હરેસમેન્ટ પૉલિસીના ભાગ તરીકે એને ગણાવવામાં આવ્યું છે. આવા કન્ટેન્ટને તાત્કાલિક ફેસબુક દૂર તો કરશે પણ વાંધાજનક પોસ્ટને ફેસબુક દ્વારા તાત્કાલિક બ્લૉક પણ કરી દેવામાં આવશે.

મુંબઈના ઘાટકોપરમાંથી આટલા કિલોનો ગાંજો પોલીસે કર્યો જપ્ત : બેની કરી ધરપકડ; જાણો વિગત

Join Our WhatsApp Channel

ફેસબુકના અગ્રણી  અધિકારી એન્ટિગોન ડેવિસે સત્તાવાર રીતે નિવેદન આપતાં કહ્યું હતું કે પબ્લિક ફિગર, રાજકારણી, પત્રકાર કે પછી કોઈ સેલિબ્રિટી અથવા ક્રિયેટર. આવી વ્યક્તિઓ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ ફોલોઅર્સ સાથે ડાયરેકટ જોડાવા માટે આ પ્લૅટફૉર્મનો ઉપયોગ કરે છે. ફેસબુકની બુલિંગ ઍન્ડ હરેસમેન્ટ પૉલિસી સમાજના પબ્લિક ફિગર્સ અને ખાનગી વ્યક્તિઓના ફ્રીડમ ઑફ એક્સપ્રેશનને લોકો સમક્ષ રજૂ કરે છે. એથી હવે અમારા પ્લૅટફૉર્મ પર વિવિધ પદ પર રહેલી વ્યક્તિઓને બદનામ કરનારાં ઍકાઉન્ટ્સ તથા તેમની હરેસમેન્ટ કરનારી જુદી જુદી પ્રકારની પોસ્ટને બ્લૉક કરવામાં આવશે. બદનામ કરનારી લિન્ક ફેસબુક પરથી કાઢી નાખવામાં આવશે. કોઈની પણ બદનામી થાય નહીં માટે ફેસબુક કાળજી લેશે.

Vasai Virar Chain Snatchers Arrested – વસઈ-વિરારમાં બે ચેઈન સ્નેચરો ઝડપાયા; ૨૫ મિનિટમાં ત્રણ મહિલાના ૪૫ ગ્રામના દાગીના લૂંટાયા હતા
ED Action on Royal Twinkle Star Club -રોયલ ટ્વિંકલ સ્ટાર ક્લબ અને સિટ્રસ ચેક ઈન્સ કેસમાં ઈડીની મોટી કાર્યવાહી; ૫૫૬.૭૨ કરોડની સ્થાવર મિલકતો લીધી ટાંચમાં
Mumbai Water Crisis BMC Reserves – ઉનાળા પહેલા જ મુંબઈ પર ઘેરાયું જળ સંકટ! પાણી પૂરું પાડતા સાતેય ડેમમાં 13% નો ઘટાડો નોંધાતા BMC એ રાજ્ય સરકાર પાસે માંગી મદદ
BEST Fleet Expansion – BEST ના કાફલામાં સામેલ થશે 4,096 બસો, પણ ડેપો અને સ્ટાફનું શું? બજેટ પર ઉઠ્યા સવાલ
Exit mobile version