News Continuous Bureau | Mumbai
કેન્દ્રીય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી ( Union minister ) નારાયણ રાણેએ ( Narayan Rane ) MNS પ્રમુખ રાજ ઠાકરે ( MNS Chief Raj Thackeray ) સાથે મુલાકાત કરી છે. આ બેઠક દાદરમાં રાજ ઠાચરેના નિવાસ સ્થાન શિવતીર્થ ખાતે થઈ હતી. આ મુલાકાત દરમિયાન રાજ ઠાકરે અને નારાયણ રાણે શિવતીર્થની ગેલેરીમાં જોવા મળ્યા હતા. આ બેઠક બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ જાગી છે. છેલ્લા કેટલાક દિવસોથી ભાજપ અને MNS વચ્ચે ગઠબંધનની ચર્ચા ચાલી રહી છે. આ પૃષ્ઠભૂમિમાં રાણે અને ઠાકરે વચ્ચેની મુલાકાત વિશેષ મહત્વ ધરાવે છે.
નારાયણ રાણે અને રાજ ઠાકરે વચ્ચેની આ મુલાકાત અંગત છે. કહેવાય છે કે એક પારિવારિક મુદ્દે ચર્ચા થઈ હતી.
राज ठाकरे आणि नारायण राणे यांची आज शिवतीर्थावर भेट. एकंदरीत या भेटेचे गूढ काय असणार हे पाहणे म्हत्तवाचे आहे.हे दोन्ही नेते याआधी शिवसेना पक्षात होते.
.@RajThackeray @MeNarayanRane @mnsadhikrut @BJP4Maharashtra #RajThackrey #NarayanRane #ग्रेटभेट #शिवतीर्थ pic.twitter.com/OT8554icbI— Ajay Mane (@ajaymane2995) December 31, 2022
આ સમાચાર પણ વાંચો: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન: શહેરમાં અહીં બનશે અંડરગ્રાઉન્ડ સ્ટેશન, અધધ 3,681 કરોડના ટેન્ડર મળી મંજૂરી…
જ્યારે પણ બે રાજકીય નેતાઓની મુલાકાત થાય ત્યારે તેમની વચ્ચે રાજકીય મુદ્દાઓ પર ચર્ચા થાય તે સ્વાભાવિક છે. આથી આ બેઠકમાં ખરેખર શું ચર્ચા થઈ તે અંગે હાલ રાજકીય વર્તુળમાં ચર્ચાઈ રહી છે.
મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસોથી રાજ ઠાકરે અને ભાજપના નેતાઓ વચ્ચે નિકટતા વધી રહી છે. ભાજપના નેતાઓ અવારનવાર રાજ ઠાકરેને મળી રહ્યા છે.
Join Our WhatsApp Community