News Continuous Bureau | Mumbai
મુંબઈના બાંદ્રા વેસ્ટમાં આર કે પાટકર રોડ પર સ્ટ્રોમ વોટર ડ્રેઇનના કામ દરમિયાન પાઈપલાઈન ક્ષતિગ્રસ્ત થતા લાખો લિટર પાણી ગટરમાં વહી ગયું છે. આ ક્ષતિગ્રસ્ત પાઈપલાઈનના પગલે સમગ્ર એચ/વેસ્ટ વોર્ડમાં પાણી પુરવઠો બંધ કરવામાં આવ્યો છે, જેમાં બાંદ્રા, ખાર અને સાંતાક્રુઝના ભાગોનો સમાવેશ થાય છે.
#Water pipeline burst at #Waterfield road in #Bandra. pic.twitter.com/Tsgr69Lo1x
— Richa Pinto (@richapintoi) April 24, 2023
મહાનગરપાલિકાના કર્મચારીઓએ તરત જ રીપેરીંગ કામ શરૂ કરી દીધું છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ કહ્યું કે સમારકામનું કામ ચાલી રહ્યું છે અને જ્યારે વિસ્તારમાં પાણી પુરવઠો પુનઃસ્થાપિત થશે ત્યારે નાગરિકોને જાણ કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો: ભૂખ્યા રહો, ઈસુને મળાશે… અંધશ્રદ્ધાએ 47ના જીવ લીધા! ફાધરના કહેવાથી સામૂહિક આત્મહત્યાનો કેસ
પાણીની પાઈપલાઈન ફાટવાનો મુંબઈમાં આ પાંચમો બનાવ છે. મુંબઈના લગભગ તમામ વિસ્તારોમાં હાલ 15 ટકા પાણીકાપ લાગુ કરાયો છે અને તે એક મહિના સુધી ચાલુ રહેશે એવી મહાનગરપાલિકા તરફથી જાહેરાત કરવામાં આવી છે. લોકોને પાણીનો સમજદારીપૂર્વક વપરાશ કરવાની નિયમિત રીતે સલાહ આપવામાં આવી રહી છે. ઘણી હાઉસિંગ સોસાયટીઓમાં માત્ર એક જ કલાક પાણી સપ્લાઈ કરવામાં આવે છે.