News Continuous Bureau | Mumbai
હવે માત્ર એક કલાકમાં મુંબઈથી બેલાપુર પહોંચવું શક્ય બનશે અને ગેટવે ઓફ ઈન્ડિયા અને બેલાપુર વચ્ચે વોટર ટેક્સી સેવા શરૂ કરવામાં આવી છે. મુંબઈ પોર્ટ ઓથોરિટીએ નયનતારા શિપિંગ કંપનીને લક્ઝરી ક્રૂઝ સર્વિસ શરૂ કરવાની મંજૂરી આપી છે. બેલાપુરથી ગેટવે ઓફ ઈન્ડિયા સુધીની વોટર ટેક્સીના પ્રથમ રાઉન્ડનું ઉદ્ઘાટન બંદર વિકાસ મંત્રી દાદા ભુસેના હસ્તે કરવામાં આવ્યું હતું.
દક્ષિણ મુંબઈથી નવી મુંબઈ પહોંચવામાં 2 કલાક લાગે છે. પ્રાઈવેટ કેબ લેવા માટે 500 થી 600 રૂપિયા ખર્ચ થાય છે. તેમજ ટ્રાફિકના કારણે મુસાફરોને મુશ્કેલી પડતી હતી. પરંતુ આ નવા જળમાર્ગને કારણે દક્ષિણ મુંબઈથી નવી મુંબઈનું અંતર ઘટી જશે. આ ટેક્સીનું ભાડું 350 રૂપિયા છે. વોટર ટેક્સી 200 લોકોને લઈ જઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : તૂર્કીમાં કુદરત રૂઠી, ભૂકંપના કારણે શહેરો કાટમાળમાં ફેરવાયા, મૃતકોની સંખ્યામાં થઈ શકે છે 8 ગણો વધારો.. WHOનો દાવો..
વોટર ટેક્સીની ટિકિટની કિંમત શું છે?
- વોટર ટેક્સી લોઅર ડેક ભાડું – રૂ.250
- અપર ડેક ભાડું – રૂ.350
રાઉન્ડ સમય
- બેલાપુરથી ગેટવે ઓફ ઈન્ડિયા – સવારે 8.30 કલાકે
- ગેટવે ઓફ ઈન્ડિયા ટુ બેલાપુર – સાંજે 6.30 કલાકે