Site icon News Continuous Bureau | Mumbai

મહત્વના સમાચાર : વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે શનિવારે રાત્રે બંધ રહેશે. આ રુટ થી પ્રવાસ કરવો પડશે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૩ એપ્રિલ 2021
શનિવાર

ઉત્તર મુંબઈમાં માગાઠાણે પાસે ફૂટ ઓવરબ્રિજ એટલે કે પદચારી પુલનું કામ શનિવારે રાત્રે હાથ ધરવામાં આવશે. આ માટે ગડર ચડાવવાનું કામ 11:00 શરૂ કરવામાં આવશે જે રવિવારે સવારે છ વાગ્યા સુધી ચાલુ રહેશે. આ દરમિયાન મલાડ થી બોરીવલી સુધી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે સંપૂર્ણ રીતે બંધ રહેશે.

Join Our WhatsApp Channel


મહારાષ્ટ્ર પોલીસના ટ્રાફિક વિભાગે આ સંદર્ભે પ્રેસ રિલીઝ જાહેર કરી છે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ ભારે વાહન પસાર નહીં થઈ શકે. બીજી તરફ હલકા વાહનો એ ઉત્તર મુંબઈ તરફ જવા માટે મલાડ થી એસવી રોડ લેવો પડશે અને ત્યારબાદ બોરીવલી થી હાઇવે પર જઈ શકશે. જ્યારે કે વિરાર થી આવનાર વાહન વ્યવહાર એ દહિસર થી લિંક રોડ પકડવો પડશે અને મલાડ થી તેઓ ફરી એકવાર હાઇવે પર આવી શકશે.
વાહન વ્યવહાર માટે ટ્રાફિક પોલીસ દ્વારા ઠેકઠેકાણે બેનર પણ વગાવવામાં આવશે.

Mahim Jewellers Firing માહિમમાં જ્વેલર્સ પર ફાયરિંગ મામલે રૂ. ૧૦ કરોડની ખંડણીનો ઘટસ્ફોટ; ‘ઝેડપ્લસ સુરક્ષા હોય તો પણ બચશે નહીં’ તેવી આપી હતી ધમકી
Cuffe Parade Police Kidnapping Suspect કફ પરેડ પોલીસની સતર્કતા વર્લ્ડ ટ્રેડ સેન્ટર બહારથી અપહરણ કેસ સંબંધિત શખ્સ ઝડપાયો
Vikhroli Tagore Nagar Fire મુંબઈના વિક્રોલીમાં ભીષણ આગ, ટાગોર નગરની દુકાન બળીને ખાખ, ફાયર બ્રિગેડની ૩ ગાડીઓ ઘટનાસ્થળે..
BMC Demolition Andheri West અંધેરીમાં ટ્રાફિક જામથી મળશે મુક્તિ! એસ.વી. રોડ પર ૭ બાંધકામો હટાવી BMCએ ભારદાવાડી રોડનો રસ્તો ખુલ્લો કરાવ્યો
Exit mobile version