ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 નવેમ્બર, 2021
મંગળવાર
મુંબઈ પરાના રેલવે માર્ગ પર દિવસે 76 લાખથી વધુ પ્રવાસીઓ પ્રવાસ કરે છે. જોકે કોરોના ફેલાયા પછી લોકલમાં પ્રવાસીઓની સંખ્યામાં હાલમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. લોકલની ભીડમાં પ્રવાસ દરમિયાન ક્યારેક કોઈ પ્રવાસી પોતાનો સામાન ભૂલી જાય છે, પરંતુ કોરોનાના સમયમાં જ્યારે લોકલની ભીડ નહિવત હતી અને પ્રવાસીઓ પોતાનો સામાન ભૂલી જાય તો, ત્યારે સ્વાભાવિક છે કે આવા પ્રવાસીઓને ભૂલકણા જ કહેવાશે. પશ્ચિમ રેલવે તરફથી મળેલા ડેટા પર નજર કરીએ તો છેલ્લા 10 મહિનામાં લોકલમાં પ્રવાસીઓ કુલ 2 કરોડ રૂપિયાનો સમાન ભૂલી ગયા હતા.
વેસ્ટર્ન રેલવેના રેલવે પ્રોટેક્શન ફોર્સે જાન્યુઆરીથી ઑક્ટોબર 2021 સુધીમાં લગભગ 2 કરોડ રૂપિયાનો પ્રવાસીઓનો સામાન પરત કર્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ ચાલુ વર્ષમાં ઓક્ટોબર 2021 સુધી લગભગ 1,037 કેસમાં રેલવે પ્રોટેક્શન ફોર્સના કર્મચારીઓએ 2 કરોડ રૂપિયાની કિંમતની ખોવાયેલી અથવા ગુમ થયેલી વસ્તુઓ તેમના માલિકોને સોંપી છે.
આ અભિનેતા-રાજકારણી આવ્યા કોવિડની ચપેટમાં, હોસ્પિટલમાં થયા દાખલ ; જાણો હાલ તેમનું સ્વાસ્થ્ય કેવું છે
ટ્રેનો અને સ્ટેશનો પર પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા સુરક્ષાના સંદર્ભમાં નવી પહેલ કરવામાં આવી રહી છે. જેમ કે રેલવે પ્રોટેક્શન ફોર્સ તે બહારના અધિકારક્ષેત્ર હેઠળ આવતા સ્ટેશનો અને પરિસરમાં HD કેમેરા સ્થાપિત કરી રહ્યું છે. પ. રેલવે આરપીએફની ટીમ ટેક્નોલોજીની મદદથી પ્રવાસીઓની સંપત્તિને પ્રવાસીઓને હવાલે કરી રહી છે. પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક કંસલે માત્ર પ્રવાસીઓની જ નહીં પરંતુ તેમના સામાનની પણ સુરક્ષા માટે RPF જવાનોની સખત મહેનત, પ્રામાણિકતા અને સમર્પણની પ્રશંસા કરી છે.
Join Our WhatsApp Community