News Continuous Bureau | Mumbai
ઠંડી અને ધુમ્મસના ( fog ) કારણે ટ્રેનની ( local trains ) અવરજવરમાં અસર થઈ રહી છે. ધુમ્મસના કારણે ગુજરાતથી મુંબઈ તરફ આવતી લાંબા અંતરની ટ્રેનો મોડી દોડી રહી છે, પરિણામે મુંબઈની લોકલ ટ્રેનો પર તેની અસર પડી છે. પશ્ચિમ રેલવેના ( Western Railway ) રૂટ પરની ચર્ચગેટ તરફ આવતી લોકલ ટ્રેનો પણ હાલમાં 10 થી 15 મિનિટ મોડી દોડી ( runnig late ) રહી છે. જેથી સવારે ઓફિસ જવા નીકળતા નોકરિયાતોને ભારે અગવડતા વેઠવી પડી રહી હોવાનું જોવા મળી રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો: મુંબઈ મહાનગરપાલિકામાં રાડો… આ જૂથે પક્ષ કાર્યાલય પર કબજો જમાવતા શિંદે જૂથ અને ઠાકરે જૂથ આમને સામને.. જુઓ વિડીયો