Site icon News Continuous Bureau | Mumbai

આજથી ત્રણ દિવસ કોણ લઈ શકશે વેક્સિન? 60 વર્ષથી ઉપરની વ્યક્તિ માટે 24થી 26 મે ત્રણ દિવસ વૉક-ઇન વેક્સિનેશન, 27થી 29 મે, 2021 ઑનલાઇન રજિસ્ટ્રેશન કરનારાને જ વેક્સિન મળશે; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 24 મે 2021

Join Our WhatsApp Channel

સોમવાર

મુંબઈમાં આજથી ત્રણ દિવસ સિનિયર સિટીઝન સીધા વેક્સિનેશન સેન્ટર પર જઈને વેક્સિનનો પહેલો ડોઝ લઈ શકશે. 24મેથી 26 મે, 2021 સુધી 60 વર્ષથી ઉપરના જયેષ્ઠ નાગરિકો માટે રજિસ્ટ્રેશન આવશ્યક નહીં હોય. ત્રણ દિવસ 60 કે તેનાથી ઉપરની વયની વ્યક્તિ કોવિશીલ્ડ રસીનો બીજો ડોઝ પણ લઈ શકશે તેમ જ હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પણ બીજો ડોઝ લઈ શકશે. એ સિવાય 45 વર્ષથી ઉપરની વ્યક્તિ જેનો બીજો ડોઝ બાકી હોય તેઓ પણ આ ત્રણ દિવસ વેક્સિન લઈ શકશે. કોવિશીલ્ડની સાથે જ કોવેક્સિનનો પણ બીજો ડોઝ મળશે.

27મેથી 29 મે, 2021 આ ત્રણ દિવસ દરમિયાન દરેક સેન્ટર પર 100 ટકા વેક્સિનેશન થશે, પરંતુ ફક્ત કોવિન ઍપ પર રજિસ્ટર થયેલા લોકોને તેમ જ જ્યારે સ્લૉટ મળ્યો હોય ત્યારે જ લઈ શકશે. રવિવાર 30 મેના વેક્સિનેશન બંધ હશે. આ શેડ્યૂલમાં ફેરફાર થવાની  શક્યતા છે. જોકે પાલિકા એની આગોતરા જાણ કરશે.

કેન્દ્ર સરકારની સૂચના મુજબ કોવિશીલ્ડ રસીના પહેલા અને બીજો ડોઝ વચ્ચે હવે 16 અઠવાડિયાંનું અતંર આવશ્યક છે. એથી કોવિશીલ્ડનો પહેલો ડોઝ લેનારી વ્યક્તિને 84 દિવસ બાદ જ બીજો ડોઝ મળશે. એ મુજબ 1 માર્ચ, 2021 ના કોવિશીલ્ડનો પહેલો ડોઝ લીધો હશે તેઓ 24 મે, 2021 અથવા 84 દિવસ બાદ બીજો ડોઝ લઈ શકશે.

 BMC CCTV in Sensitive Gardens – ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળાં? કુર્લા ગાર્ડનની ઘટના બાદ જાગી BMC, હવે મુંબઈના સંવેદનશીલ બગીચાઓમાં લગાવાશે CCTV કેમેરા
Bangladeshi Detained in Ghatkopar ઘાટકોપરમાં ગેરકાયદે રહેતા સાત બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા; દેશનિકાલ (Deportation) ની કાર્યવાહી શરૂ
Mumbai Airport Customs Seizure મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી; ₹૪૨.૪૨ કરોડનો દાણચોરીનો મુદ્દામાલ જપ્ત, ૨૭ની ધરપકડ
Chembur Gate Collapse Tragedy ચેમ્બુરમાં લોખંડનો ગેટ માથે પડતાં 46 વર્ષીય સિક્યોરિટી ગાર્ડનું કરુણ મોત, પોલીસે તપાસ હાથ ધરી
Exit mobile version