News Continuous Bureau | Mumbai
Worli Crime News: મુંબઈ (Mumbai) માં અજાણી યુવતીની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. મુંબઈના વરલી સી ફેસ (Worli Sea face) પર એક અજાણી યુવતીની લાશ (Body of unknown girl) મળી આવી હતી. લાશ કોથળામાં હતી. તૂટેલા હાથ-પગ સાથે યુવતીનો મૃતદેહ કોથળામાં હતો. વરલી પોલીસે (Worli Police) આ મામલે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર મૃતક યુવતીની ઉંમર 18 થી 30 વર્ષની વચ્ચે છે.
વરલી પોલીસના જણાવ્યા અનુસાર, વરલીના દરિયા કિનારે એક યુવતીની લાશ બોરીમાં મળી આવી હતી. પોલીસ દ્વારા આ યુવતીની ઉંમર 18 થી 30 વર્ષની વચ્ચે હોવાનો અંદાજ છે. યુવતીની હત્યા કરી પુરાવાનો નાશ કરવાના ઈરાદે લાશનો નિકાલ કરવામાં આવ્યો છે. વરલી પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ સમાચાર પણ વાંચો: Tomato: નવી મુંબઈના APMC માર્કેટમાં ટામેટાનો પુરવઠો ઘટતા, 100 થી 120 રૂપિયા પ્રતિ કિલોનો ભાવે મળી રહ્યા છે ટમેટા.
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં મહિલાઓની સુરક્ષાનો મુદ્દો…
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી મહિલાઓની સુરક્ષાનો મુદ્દો સામે આવ્યો છે. થોડા દિવસો પહેલા છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) અને મસ્જિદ બંદર સ્ટેશન (Masjid Bunder Station) ની વચ્ચે એક વ્યક્તિ દ્વારા પરીક્ષા આપવા જઈ રહેલી એક યુવતીનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, ચર્ની રોડ (Charni Road) અને ચર્ચગેટ સ્ટેશન (Churchgate Station) વચ્ચે લોકલમાં અજાણ્યા વ્યક્તિઓ દ્વારા એક મહિલાની છેડતી કરવામાં આવી હતી. આ સાથે સરસ્વતી વૈદ્ય હત્યા કેસ (Saraswati Vaidya Murder Case) અને મીરા રોડ ખાતે શ્રદ્ધા વોકર હત્યા કેસ (Shraddha Walker murder case) પહેલા જ મહિલાઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવી ચૂક્યો હતો. હવે, શું વરલી સી ફેસ પરથી મળેલા મૃતદેહને કારણે મુંબઈમાં મહિલાઓ ખરેખર સુરક્ષિત છે કે કેમ? એવો પ્રશ્ન મહિલાઓમાં ઊભો થઈ રહ્યો છે.