Site icon News Continuous Bureau | Mumbai

ટ્રેનોમાં ખુદાબક્ષોની સવારી વધી, પ.રેલવેએ માત્ર એક મહિનામાં કરી અધધ આટલા કરોડની કમાણી.. જાણો વિગતે 

 News Continuous Bureau | Mumbai 

વેસ્ટર્ન રેલવે(Western railway) વગર ટિકિટે સફર કરતા મુસાફરો(Commuters without ticket)ને રોકવા માટે નિયમિત ટિકિટ ચેકિંગ ડ્રાઇવ(Ticket checking drive) ચલાવે છે. પશ્ચિમ રેલ્વેના મુંબઈ વિભાગે(Mumbai division) 2022 ના મે મહિનામાં હાથ ધરવામાં આવેલી આવી તપાસ અભિયાન દરમિયાન રૂ. 12.24 કરોડની વસૂલાત કરીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. ઉલ્લેખનીય છે કે બોર્ડની શરૂઆતથી અત્યાર સુધીનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે.

Join Our WhatsApp Channel

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરના જણાવ્યા અનુસાર,વેસ્ટર્ન રેલવેના મુંબઈ ડિવિઝનએ 2022 મે મહિનામાં હાથ ધરાયેલી સઘન ચેકિંગ ડ્રાઇવમાં ટિકિટ ચેકિંગ દરમિયાન દંડ તરીકે રૂ. 12.24 કરોડ વસૂલ કર્યા છે. આ મે 2022 ના મહિના માટે નિર્ધારિત 1.26 કરોડના લક્ષ્યાંક કરતાં નોંધપાત્ર રીતે વધારે છે અને 871% ની વૃદ્ધિ દર્શાવે છે. વર્તમાન દંડ રૂ. 9.4 કરોડના અગાઉના શ્રેષ્ઠ રેકોર્ડ કરતાં 30% વધારે છે.

આ સમાચાર પણ વાંચો : ખતરાની ઘંટી વાગી ગઈ-દેશમાં ફરી વધી રહ્યા છે કોરોનાના કેસો- સરકારે આ 5 રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું- પત્ર લખી નિર્દેશ આપ્યા

2022ના એપ્રિલ અને મે મહિનાની કુલ સંચિત આવક રૂ. 21.65 કરોડ છે, જે પાછલા વર્ષની રૂ. 2.35 કરોડની સંચિત આવક કરતાં 821 ટકા વધુ છે, જે ફરી સૌથી વધુ આવક છે. બંને મહિના માટે કુલ સંચિત રૂ. 3 કરોડના સંચિત લક્ષ્યાંક કરતાં 622 ટકા વધુ છે. ડિવિઝનના કમર્શિયલ વિભાગ દ્વારા ઝીણવટભરી આયોજન અને અમલીકરણ દ્વારા આ સિદ્ધિ(milstone)ઓ પ્રાપ્ત કરવામાં આવી છે.

દરમિયાન, પશ્ચિમ રેલવે(WR)એ લોકોને અસુવિધા ટાળવા માટે યોગ્ય અને માન્ય ટિકિટ સાથે મુસાફરી કરવા અને માન્ય આઈડી કાર્ડ સાથે રાખવાની અપીલ કરી છે.

 

 BMC CCTV in Sensitive Gardens – ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળાં? કુર્લા ગાર્ડનની ઘટના બાદ જાગી BMC, હવે મુંબઈના સંવેદનશીલ બગીચાઓમાં લગાવાશે CCTV કેમેરા
Bangladeshi Detained in Ghatkopar ઘાટકોપરમાં ગેરકાયદે રહેતા સાત બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા; દેશનિકાલ (Deportation) ની કાર્યવાહી શરૂ
Mumbai Airport Customs Seizure મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી; ₹૪૨.૪૨ કરોડનો દાણચોરીનો મુદ્દામાલ જપ્ત, ૨૭ની ધરપકડ
Chembur Gate Collapse Tragedy ચેમ્બુરમાં લોખંડનો ગેટ માથે પડતાં 46 વર્ષીય સિક્યોરિટી ગાર્ડનું કરુણ મોત, પોલીસે તપાસ હાથ ધરી
Exit mobile version