Site icon News Continuous Bureau | Mumbai

Akashvani: ‘ઝરૂખો’માં ખાસ કાર્યક્રમ: ‘આકાશવાણી નું આ મુંબઈ કેન્દ્ર છે…’ કિરીટ બારોટ અને હર્ષા જગદીશ કરશે પોતાના અનુભવ શેર

Akashvani: સાહિત્યિક કાર્યક્રમ ‘ઝરૂખો (Zarukha)’માં ૭ સપ્ટેમ્બરે કવિ કિરીટ બારોટ અને લેખિકા-અભિનેત્રી હર્ષા જગદીશ રેડિયો સાથેના દાયકાઓનાં સંસ્મરણો તથા સર્જનાત્મક યાત્રાની કરશે વાત

Akashvani ‘ઝરૂખો’માં ખાસ કાર્યક્રમ ‘આકાશવાણી નું આ મુંબઈ કેન્દ્ર છે.

Akashvani ‘ઝરૂખો’માં ખાસ કાર્યક્રમ ‘આકાશવાણી નું આ મુંબઈ કેન્દ્ર છે.

News Continuous Bureau | Mumbai 

‘ઝરૂખો (Zarukha)’ પોતાની સાહિત્યિક વિવિધતા માટે જાણીતો કાર્યક્રમ છે. આ વખતે ‘ઝરૂખો’ ૭ સપ્ટેમ્બર, રવિવારે સાંજે ૭.૨૦ કલાકે ખાસ એપિસોડ સાથે આવશે. આ એપિસોડને નામ આપવામાં આવ્યું છે – ‘આકાશવાણી (Akashvani) નું આ મુંબઈ કેન્દ્ર છે…’. આ કાર્યક્રમમાં કવિ કિરીટ બારોટ અને લેખિકા-અભિનેત્રી હર્ષા જગદીશ પોતાના રેડિયો સાથેનાં વર્ષોથી જોડાયેલા સંસ્મરણો તથા સર્જનાત્મક સફર વિશે વાત કરશે.

Join Our WhatsApp Channel

આકાશવાણી સાથે કિરીટ બારોટની સફર

કિરીટ બારોટ આકાશવાણી (Akashvani) સાથે લાંબા સમય સુધી જોડાયેલા રહ્યા છે. તેમણે ૩૫ વર્ષ રેડિયો (Radio) પર પ્રોડ્યુસર તરીકે કામ કર્યું અને ૧૨ વર્ષ આસિસ્ટન્ટ સ્ટેશન ડિરેક્ટર તરીકે સેવા આપી. તેમનો કાવ્યસંગ્રહ શબ્દાંકુર સાહિત્ય જગતમાં વખાણ પામી ચૂક્યો છે. આ કાર્યક્રમ દ્વારા તેઓ પોતાના સર્જન અને આકાશવાણીના અનુભવો શ્રોતાઓ સાથે વહેંચશે.

હર્ષા જગદીશની સર્જનાત્મક યાત્રા

હર્ષા જગદીશે મહિલા મંડળ, યુવવાણી અને બહુરૂપી જેવા કાર્યક્રમો દ્વારા આકાશવાણી (Akashvani) ના શ્રોતાઓ સાથે એક અનોખું જોડાણ બનાવ્યું. બાદમાં તેમણે ૨૫ વર્ષ સુધી ગુજરાતી તથા હિન્દી થિયેટર (Theatre) માં અભિનય અને લેખન કર્યું. આજે તેઓ જાણીતા સિરિયલ રાઇટર (Serial Writer) તરીકે કહાની ઘર ઘર કી, કસમ સે, સાત ફેરે, કૃષ્ણાબેન ખાખરાવાલા જેવી લોકપ્રિય સિરિયલો લખી ચૂક્યાં છે.

આ સમાચાર પણ વાંચો : fiber for weight loss:‘ફેટ ટુ ફિટ’ બનવા માટે બસ આટલું કરો : ફાઈબરની મદદથી મેદસ્વિતાને ભગાવો!

ઝરૂખો કાર્યક્રમનું આયોજન

આ જાહેર કાર્યક્રમ બોરીવલી પશ્ચિમના સાઈબાબા મંદિરના બીજે માળે યોજાશે. સંજય પંડ્યા આ કાર્યક્રમનું સંચાલન કરશે અને સાઈલીલા વેલ્ફેર ટ્રસ્ટ (Trust) તરફથી તમામ સાહિત્યપ્રેમીઓને હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં લેખક, કવિ, પત્રકાર, સંગીતકાર, શિક્ષક તથા વિદ્યાર્થીઓને અનોખો અનુભવ મળશે.

 Mumbai Air Pollution AQI Rises – મુંબઈની હવા ફરી બની ઝેરી! વાયુ પ્રદૂષણ વધતા સરેરાશ AQI 152 પર પહોંચ્યો; નેવી નગર-કુલાબામાં સૌથી વધુ 266 નોંધાયો
 Koyna Water Project 67 TMC Water – મુંબઈની તરસ છીપાવશે કોયનાનું પાણી: 67 TMC વધારાનું જળ લાવવા ₹40,000 કરોડની યોજના
 BMC CCTV in Sensitive Gardens – ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળાં? કુર્લા ગાર્ડનની ઘટના બાદ જાગી BMC, હવે મુંબઈના સંવેદનશીલ બગીચાઓમાં લગાવાશે CCTV કેમેરા
Bangladeshi Detained in Ghatkopar ઘાટકોપરમાં ગેરકાયદે રહેતા સાત બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા; દેશનિકાલ (Deportation) ની કાર્યવાહી શરૂ
Exit mobile version