410			
            
                    
						                            
							
			Join Our WhatsApp Community
			
                        
            
                            
                                                
                                    
    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 સપ્ટેમ્બર, 2021
શનિવાર
ભારત અને ઈઝરાયલને ડિફેન્સ સેક્ટરમાં પોતાની શક્તિ વધારવામાં મહત્વની સફળતા મળી છે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જેસલમેરમાં IAF ના કાફલામાં મધ્યમ રેન્જની સપાટીથી હવામાં મિસાઈલ (MRSAM) નું પ્રથમ યુનિટ સામેલ કર્યું.
આ મિસાઈલ 70 કિલોમીટરની ત્રિજ્યામાં દુશ્મનને મારવા સક્ષમ છે. સિસ્ટમમાં અદ્યતન રડાર, કમાન્ડ એન્ડ કંટ્રોલ, મોબાઇલ લોન્ચર અને રેડિયો ફ્રીક્વન્સી સીકર સાથે ઇન્ટરસેપ્ટર પણ છે.
આ મિસાઈલને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) અને ઈઝરાયલની IAIએ મળીને તૈયાર કરી છે. તેમાં ભારત અને ઈઝરાયલની અન્ય ડિફેન્સ કંપનીઓ પણ સામેલ છે.
MRSAMનો ઉપયોગ ભારતની ત્રણેય સેનાઓ અને ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ કરશે.
આ શહેરમાં આવ્યો ભૂકંપ, વહેલી સવારે લોકો ઘરની બહાર દોડી આવ્યા
                                You Might Be Interested In
						                         
			         
			         
                                                        