News Continuous Bureau | Mumbai
દેશમાં યુનિફાઇડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) મારફત ટ્રાન્ઝેકશન કરવાના પ્રમાણ છેલ્લા પાંચ વર્ષમાં અનેક ગણો વધારો થયો છે. જોકે પ્રાઈવેટ કંપનીઓની સામે ભારત સરકાર સંચાલિત ભારત ઈન્ટરફેસ ફોર મની( BHIM) ઍપનો તેમા મામુલી ફાળો છે. ફેબ્રુઆરીમાં BHIM મારફત 2.33 કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા, જેમાં 8,891.86 કરોડ રૂપિયાનું ઓનલાઈન પેમેન્ટ થયું હતું.
લોકો ડિજિટલ પેમેન્ટ તરફ ઝુકાવ વધ્યો છે. દેશભરમાં સૌથી વધુ ઓનલાઈન પેમેન્ટ માટે લોકોએ ફોનપે પર પસંદગી ઉતારી હતી. ફક્ત ફેબ્રુઆરી 2022માં 212.02 કરોડ ટ્રાન્ઝેકશન ફોન પે મારફત થયા હતા અને 4,07,640.11 કરોડ રૂપિયાની લેન-દેન સાથે તે દેશમાં ટોચની કંપની રહી હતી.
આ સમાચાર પણ વાંચો : અરે વાહ, હવે 12થી 14 વર્ષના બાળકોને કોરોનાથી બચાવી શકાશે, દેશમાં આ તારીખથી અપાશે રસી
ટોચની દસ કંપનીઓમાં નંબર વન ફોન પે રહી છે, તો BHIM ઍપ છેક નવમા નંબર પર રહી છે. બીજા નંબર પર ગુગલપે રહી છે. ફક્ત ફેબ્રુઆરીના એક મહિનામાં 152.41 કરોડના ટ્રાન્ઝેકશન તેના મારફત થયા છે, તો 2,91,273.46 કરોડ રૂપિયાની લેનદેન તેના માધ્યમથી થઈ છે. ત્રીજા નંબરે પેટીએમ પેમેન્ટસ બેંક એપ 70.68 કરોડ ટ્રાન્ઝેકશન સાથે રહી છે, જેમાં એક મહિનામાં 86,299.22 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા હતા. ચોથા નંબરે 6.35 કરોડ ટ્રાન્ઝેકશન અને 6,044.47 કરોડ રૂપિયાના લેનદેન સાથે એમેઝોન રહી છે.
UPI મારફત 2018માં સાલમાં માંડ 17.14 કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા, તેની સામે 2022 આ આંકડો 452.75 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. એટલે કે આટલા વર્ષોમાં લગભગ 2541.58 ગણો વધારો ઓનલાઈન પેમેન્ટ માં થયો છે.