News Continuous Bureau | Mumbai
જળ જીવન મિશન હેઠળ ભારતે એક માઈલસ્ટોન હાસિલ કર્યો છે. જલશક્તિ મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવતે ટ્વિટર પર માહિતી આપી હતી કે તાજા આંકડા મુજબ ભારત દેશના 12 કરોડ લોકોના ઘરે હવે નળથી પીવાનું પાણી પહોંચી ગયું છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં શૌચાલય તેમ જ પીવાનું પાણી એ પ્રાથમિક સમસ્યા તરીકે જોવાઈ રહી હતી. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે ભારત સરકારે મોટા પગલા ઊંચક્યા.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જલ જીવન મિશન હેઠળ 12 કરોડ ઘરો માટે નળના પાણીના જોડાણની સિદ્ધિની પ્રશંસા કરી છે.
इस शानदार उपलब्धि के लिए बहुत-बहुत बधाई! यह अत्यंत खुशी की बात है कि गांवों और गरीबों तक हर जरूरी सुविधा पहुंचाने के हमारे प्रयासों के सुपरिणाम निरंतर सामने आ रहे हैं। https://t.co/Jbl3V711I1
— Narendra Modi (@narendramodi) May 17, 2023
જલ શક્તિના કેન્દ્રીય મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત દ્વારા એક ટ્વીટ શેર કરતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
“આ અદ્ભુત સિદ્ધિ બદલ ખૂબ ખૂબ અભિનંદન! આ ખૂબ જ આનંદની વાત છે કે ગામડાઓ અને ગરીબોને દરેક જરૂરી સુવિધા પૂરી પાડવાના અમારા પ્રયાસોના પરિણામો સતત સામે આવી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો: કેબિનેટે IT હાર્ડવેર માટે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ – 2.0ને મંજૂરી આપી