ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 18 ફેબ્રુઆરી 2022,
શુક્રવાર
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં આજે દોષિતોને સજાની જાહેરાત કરવામાંં આવી છે.
શ્રેણીબદ્ધ બ્લાસ્ટ કેસમાં સ્પેશિયલ કોર્ટ સ્પેશિયલ કોર્ટે 38 દોષિતને ફાંસી, 11 દોષિતને આજીવન કેદની સજા ફટકારી છે.
આ સાથે જ દરેક દોષિતોને 10-10 હજાર રુપિયાનો દંડ ફટકારાયો છે.
સૌથી વધુ 7 હજાર 15 પાનાંનો ચુકાદો આપવામાં આવ્યો છે.
અગાઉ 9 ફેબ્રુઆરીએ સિરિયલ બોંબ બ્લાસ્ટ કેસનો ચુકાદો આવ્યો હતો જેમાં કુલ 77 આરોપીમાંથી 49 આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા.
મહત્વનું છે કે 14 વર્ષ બાદ બોમ્બ બ્લાસ્ટનો ભોગ બનનાર પીડિતોના પરિવારને આજે અન્ય મળ્યો છે.
Join Our WhatsApp Community