News Continuous Bureau | Mumbai
આગામી શૈક્ષણિક વર્ષથી, 2023-24, યુનિવર્સિટી (University) 4-વર્ષનો સ્નાતક અથવા અંડરગ્રેજ્યુએટ (Undergraduate) ડિગ્રી કોર્સ શરૂ કરશે. યુજીસીએ ચાર વર્ષના અંડરગ્રેજ્યુએટ કોર્સ (એફવાયયુપી)ની રૂપરેખા આપી દીધી છે. આગામી શૈક્ષણિક સત્ર 2023-24માં તમામ યુનિવર્સિટીઓમાં તેનો અમલ કરવામાં આવશે. એટલે કે જે વિદ્યાર્થી (Students) ઓ આવતા વર્ષે બીએ (BA), બીએસસી (BSC) કે બીકોમ (BCom) માં એડમિશન લેશે, તેમનો કોર્સ ચાર વર્ષનો રહેશે. અહેવાલો અનુસાર, UGC આવતા અઠવાડિયે તમામ યુનિવર્સિટીઓ સાથે ચાર વર્ષના ડિગ્રી કોર્સના ધોરણો રજૂ કરવા જઈ રહ્યું છે.
ડિગ્રી કોર્સની અવધિમાં ફેરફાર દેશની તમામ 45 કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં લાગુ થશે. કેન્દ્રીય યુનિવર્સિટીઓની સાથે મોટાભાગની રાજ્ય સ્તરની અને ખાનગી યુનિવર્સિટીઓ પણ ચાર વર્ષનો અંડરગ્રેજ્યુએટ કોર્સ ચલાવવા જઈ રહી છે. અહેવાલો અનુસાર, દેશની ઘણી યુનિવર્સિટીઓ તેને સ્વીકારવા તૈયાર છે.
આ સમાચાર પણ વાંચો: QR કોડ સ્કેન કરતી વખતે સાવચેત રહો! નહીં તો તમારી એક ભૂલ અને એકાઉન્ટ થઈ જશે ખાલી, જાણો શું છે આ સ્કેમ
ત્રણ વર્ષના ડિગ્રી કોર્સમાં નોંધાયેલા વિદ્યાર્થીઓ વિશે શું?
ત્રણ વર્ષના ડિગ્રી કોર્સમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પણ ચાર વર્ષનો કોર્સ કરવાની સુવિધા આપવામાં આવશે. આ મહિનાના અંત સુધીમાં યુજીસી (UGC) દ્વારા તૈયાર કરવામાં આવેલી માર્ગદર્શિકા તમામ યુનિવર્સિટીઓ સાથે શેર કરવામાં આવશે. યુનિવર્સિટીઓએ માર્ગદર્શિકા મુજબ આગળના પગલાં લેવા પડશે.
મહત્વનું છે કે યુનિવર્સિટીઓમાં 4-વર્ષના સ્નાતક એટલે કે અંડરગ્રેજ્યુએટ ડિગ્રી કોર્સ (Undergraduate degree course) ની રજૂઆત એ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો એક ભાગ છે અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સમાવિષ્ટ મુદ્દાઓને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો: આમ આદમી પાર્ટી ના મોઢે તમાચો. જેલમાં સત્યેન્દ્ર જૈન બાળાત્કારના આરોપી પાસેથી મસાજ કરવાતો હતો. જાણો આખા કાંડ વિશે…
Join Our WhatsApp Community