News Continuous Bureau | Mumbai
પાકિસ્તાનમાં સુરક્ષાકર્મીઓ અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં 8 આતંકવાદીઓ માર્યા ગયા. જયારે એક જવાન પણ શહીદ થઈ ગયો. આ એન્કાઉન્ટર અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં થયું હતું. જ્યાં આતંકવાદીઓના ઠેકાણા પર રાતભર ચાલેલા ઓપરેશનમાં આઠ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ કાર્યવાહીમાં એક પાકિસ્તાની સૈનિક પણ શહીદ થયો હતો. મીડિયા અહેવાલો અનુસાર, ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન (ISPR) દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે દક્ષિણ વઝીરિસ્તાન જિલ્લાના શિનવરસાક વિસ્તારમાં બાતમી પ્રમાણે એક ગુપ્તચર-આધારિત ઓપરેશન (IBO) શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં સુરક્ષા કર્મચારીઓ અને આતંકવાદીઓ વચ્ચે ભીષણ ગોળીબાર થયો હતો.
આ સમાચાર પણ વાંચો: કોરોનાને લઈને મોદી સરકાર એલર્ટ, મનસુખ માંડવિયા આવતીકાલે આ લોકો સાથે કરશે બેઠક..
નિવેદન અનુસાર, “સૈનિકોએ અસરકારક રીતે આતંકવાદીઓનો સામનો કર્યો. આ ઓપરેશનમાં ખતરનાક આતંકવાદી કમાન્ડર જાન મુહમ્મદ ઉર્ફે ચરાગ સહિત આઠ આતંકવાદીઓ માર્યા ગયા હતા.” આ નિવેદનમાં જણાવાયું છે કે ઘટના સ્થળેથી શસ્ત્રો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો હતો. આ આતંકવાદીઓ સુરક્ષા દળો વિરુદ્ધ આતંકવાદી કૃત્યો અને નિર્દોષ નાગરિકોની હત્યામાં સામેલ હતા.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનના સુરક્ષા દળો આતંકવાદને ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છે. માર્યા ગયેલા આતંકવાદીઓ ક્યા સંગઠનના હતા તેની તપાસ કરવામાં આવી રહી છે.