ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 સપ્ટેમ્બર, 2021
સોમવાર
સંપૂર્ણ દેશમાં રસીકરણ ઝુંબેશ ચાલી રહી છે. દરમિયાન આદિવાસી વિસ્તારોમાં રસીકરણ બાબતે ઓછી જાગરૂકતા છે. લોકો રસી લેવા માટે તૈયાર થતા નથી. એવામાં મધ્ય પ્રદેશના આદિવાસી ગામનો અજબ કિસ્સો સામે આવ્યો છે. ગામની એક વ્યક્તિએ જીદ કરી છે કે તેને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સામે જ રસી લેવી છે. રસી આપનારી ટીમ આ વ્યક્તિને કારણે હેરાન થઈ ગઈ છે.
હાશ!! વરસાદને કારણે મુંબઇ શહેરના માથે થી એક જોખમ ટળ્યું.
આ કિસ્સો મધ્ય પ્રદેશના ધાર જિલ્લાના કિકરવાસ નામના આદિવાસી ગામનો છે. જ્યાં સરકારી ટીમ રસીકરણ માટે પહોંચી હતી. ગામમાં બધા જ લોકોએ રસી લીધી અને બે લોકોએ રસી લેવાની બાકી હતી. એમાંથી એક શખ્સે રસી લેવા માટે પહેલા તો આનાકાની કરી. ટીમે શખ્સને મનાવવાના ઘણા પ્રયત્નો કર્યા. મનાવતાં કહ્યું કે કોને બોલાવીએ જેથી તમે રસી લઈ શકો? તો એ ભાઈએ પહેલા કહ્યું કે વરિષ્ઠ અધિકારીને બોલાવો. ટીમે પૂછ્યું કે સબ-ડિવિઝનલ મૅજિસ્ટ્રેટને બોલાવીએ કે? તો વળી તે વ્યક્તિએ ડિમાન્ડ કરી કે મૅજિસ્ટ્રેટને કહો નરેન્દ્ર મોદીને ફોન કરે. રસી તો નરેન્દ્ર મોદી સામે જ લઈશ.
જિલ્લાના અધિકારીઓએ કહ્યું હતું કે આ શખ્સ અત્યારે માનતો નથી. અમે ફરીથી મનાવવાનો પ્રયત્ન કરીશું અને રસી આપીને જ રહીશું.