ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 ઑગસ્ટ, 2021
બુધવાર
તાજિકિસ્તાન સ્થિત અફઘાન દૂતાવાસે ઈન્ટરપોલને પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીની ધરપકડ કરવાની અપીલ કરી છે.
અફઘાન દૂતાવાસે ઈન્ટરપોલને પાઠવેલા સંદેશમાં જણાવ્યું કે અશરફ ગની, હમદલ્લાહ મોહિબ અને ફઝલ મહમૂદ ફઝલીને જાહેર સંપત્તિની ચોરીના આરોપમાં અટકાયત કરવા કહ્યું છે જેથી આ ભંડોળ અફઘાનિસ્તાનને પરત કરી શકાય
રાષ્ટ્રપતિ અશરફ ગની અફઘાનિસ્તાનથી ચાર કાર ભરીને રૂપિયા લઇને ભાગ્યા હતા આ વાતની પુષ્ટિ રશિયાના પ્રવકતાએ કરી હતી. જેના અનુંસધાનમાં તેમના પર આરોપ લગાવવામાં આવ્યો છે અને તેમની ધરપકડ કરવાની વાત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાનનો વધતો પ્રભાવ જોઈને તેના રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગી ગયા. હાલમાં તે કયા દેશમાં છે તેની કોઈ ચોક્કસ માહિતી નથી.
રાજ્યસભામાં ધાંધલ-ધમાલ કરનારા સાંસદો સામે પગલાં લેવા સમિતિની રચના થઈ શકે છે: સૂત્રો