ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 મે 2021
શનિવાર
દિલ્હી ઍરપૉર્ટથી ન્યુ યૉર્ક જવા ઊપડેલા વિમાનમાં પ્રવાસીઓની સાથે ચામાચિડિયું પણ સફર કરતાં દેખાયુ હતું. વિમાનમાં અચાનક ચામાચિડિયું દેખાતાં ઇમર્જન્સી જાહેર કરીને આ વિમાનને ફરી જમીન પર લાવવાની ફરજ પડી હતી.
વડા પ્રધાનની શાનમાં ગુસ્તાખી કરનારા બંગાળના ચીફ સેક્રેટરી સામે આ પગલાં લેવાયાં; જાણો વિગત
વાત બની એમ કે દિલ્હી ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટથી વહેલી સવારના 2.20 વાગ્યે ઍરઇન્ડિયાની ફ્લાઇટ ન્યુ યૉર્ક જવા ઊપડી હતી. ફ્લાઇટના ઉડાણ ભરવાના અડધા કલાકમાં જ પ્રવાસીઓને અને ક્રૂ-મેમ્બરોને એમાં ચામાચિડિયું દેખાયું હતું. એથી વિમાનના પાઇલટે ઍર ટ્રાફિક કન્ટ્રોલને એની ફરિયાદ કરી હતી. વિમાનને તુરંત પાછુ જમીન પર લાવવાનો આદેશ મળ્યો હતો. અડધા કલાકમાં વિમાન ઍરપૉર્ટ પર પાછું ફર્યું હતું. પ્રવાસીઓને વિમાનમાંથી બહાર કાઢીને એમાં ધુમાડો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ચામાચિડિયું વિમાનમાંથી બહાર નીકળ્યું હતું.