News Continuous Bureau | Mumbai
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે સંસદમાં પોતાના ઊંચા અવાજને મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ કહીને સંસદના તમામ સભ્યોને હસાવી દીધા હતા. ચર્ચા દરમિયાન તેમણે પોતાને કાશ્મીરના મુદ્દા સિવાય કોઈ વાતનો ગુસ્સો આવતો નથી કહીને વિરોધપક્ષોની પણ બોલતી બંધ કરી દીધી હોવાનું કહેવાય છે.
લોકસભામાં સોમવારે એક વિધેયક પર ચાલી રહેલી ચર્ચા દરમિયાન તેમણે વિરોધ પક્ષ દ્વારા તેમના ગુસ્સાને લઈને ઉઠાવવામાં આવેલા મુદ્દા પર જવાબ આપતા કહ્યું હતું કે હું કયારે પણ ગુસ્સો કરતો નથો. પણ કાશ્મીરનો સવાલ આવે છે ત્યારે હું ગુસ્સે થઈ જાવ છું. બાકી ક્યારેય પણ ગુસ્સો કરતો નથી.
આ સમાચાર પણ વાંચો : ભારત સરકારે દેશના આગામી વિદેશ સચિવ તરીકે આ અધિકારીના નામ પર લગાવી મહોર, હર્ષવર્ધન શ્રૃગંલાનું લેશે સ્થાન; જાણો વિગતે
ઓગસ્ટ 2019માં જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલ પર ચર્ચા દરમિયાન લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહ અને કોંગ્રેસના સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરી વચ્ચે રકઝક થઈ હતી. આ દરમિયાન અધીર રંજનના એક નિવેદન પણ અમિત શાહને ગુસ્સો આવ્યો હતો અને ગુસ્સામાં કાશ્મીર માટે જીવ આપી દેવાની વાત કરી હતી. સોમવારે વિરોધી પક્ષે આ દિવસેને યાદ કરીને અમિત શાહના ગુસ્સાનો ઉલ્લેખ કર્યો હતો, તેના જવાબમાં સોમવારે અમિત શાહે પોતાના અવાજને મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ ગણાવીને બધાને હસાવી દીધા હતા.