News Continuous Bureau | Mumbai
આસામ અને મેઘાલય વચ્ચે 50 વર્ષ જૂનો સરહદી વિવાદ ઉકેલાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે.
બંને રાજ્યો વચ્ચે ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં બંને રાજ્યોના મુખ્યમંત્રીઓએ સમજૂતી પર સહમતિ દર્શાવી છે.
બન્ને રાજ્યો વચ્ચેના કરાર બાદ અમિત શાહે કહ્યું કે આજે આસામ અને મેઘાલય વચ્ચેનો 50 વર્ષ જુનો સરહદીય વિવાદ ઉકેલાઈ ગયો છે.
વિવાદના કુલ 12 પોઈન્ટમાંથી 6 પોઈન્ટ ઉકેલી દેવાયા છે જે 70 ટકા વિવાદનું મૂળ છે. બાકીના છ પોઈન્ટ પર ટૂંક સમયમાં ઉકેલ આવી જશે.
ઉલ્લેખનીય છે કે તાજેતરના સમયમાં આસામ અને મેઘાલય વચ્ચેનો વિવાદ લોહિયાળ હિંસામાં પરિણમ્યો હતો તેમાં બન્ને પક્ષે મોટી ખુવારી થઈ હતી.
આ સમાચાર પણ વાંચો : 'રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ' બાદ નહેરુ મ્યુઝિયમનું નામ પણ બદલાયું, હવે આ નામે ઓળખાશે મ્યુઝિયમ; PM મોદી કરશે ઉદ્ઘાટન