દેશ

જો આવું કરશો તો બે મહિનામાં પચાસ કરોડ લોકોને વેક્સીન અપાઇ જશે. અઝીમ પ્રેમજીએ કર્યું નિવેદન

Feb, 22 2021


કોરોના ની રસી ઝડપી રીતે લોકોને મળી શકે તે માટે વિપ્રો કંપની ના શોધક અઝીમ પ્રેમજીએ એક અનોખું નિવેદન કર્યું છે.

અઝીમ પ્રેમજીએ કહ્યું છે કે જો પ્રાઇવેટ બોડીને વેક્સિનેશન પ્રોગ્રામમાં જોડવામાં આવે તો માત્ર સાઠ દિવસમાં 50 કરોડ લોકોને કોરોના ની દવા આપી શકાય છે.

પોતાની વાત આગળ ધપાવતાં તેમણે જણાવ્યું હતું કે serum institute 300 રૂપિયામાં એક શોટ આપે છે. પ્રાઇવેટ નર્સિંગ હોમ તેની ઉપર સો રૂપિયા ફી લઈને આ કામ કરી શકશે.

આમ અઝીમ પ્રેમજીએ ભારત દેશના ૫૦ કરોડ લોકોને ૬૦ દિવસની અંદર વેક્સિન આપવાનો કાર્યક્રમ રજૂ કર્યો.

અર્થ મંત્રી નિર્મલા સીતારમણ સાથે વાતચીત કરતાં તેમણે આ ભલામણ કરી હતી.

Leave Comments