News Continuous Bureau | Mumbai
રાષ્ટ્રપતિપદની ચૂંટણી(president election) માટે વિપક્ષ પછી હવે ભાજપ(BJP)ના નેતૃત્વમાં એનડીએ(NDA)એ પણ તેના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે.
ભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં અંદાજે ૨૦ નામો પર ચર્ચા થઈ હતી અને દ્રૌપદી મુર્મૂ(Draupadi Murmu)ના નામ પર સંમતિ સધાઈ હતી.
આ બેઠક પછી પક્ષપ્રમુખ જેપી નડ્ડા(JP Nadda)એ કહ્યું કે, ઝારખંડના ભૂતપૂર્વ ગવર્નર અને આદિવાસી મહિલા નેતા દ્રૌપદી મુર્મૂ એનડીએ તરફથી રાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર(President candidates) હશે.
જેપી નડ્ડાએ કહ્યું કે, દેશને પહેલી વખત આદિવાસી સમાજમાંથી એક રાષ્ટ્રપતિ આપવાની પક્ષની તૈયારી છે.
ઝારખંડના ભૂતપૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂનું નામ અગાઉ પણ રાષ્ટ્રપતિપદના ઉમેદવારની રેસમાં ચર્ચાયું હતું.
આ સમાચાર પણ વાંચો : યશવંત સિંહા બન્યા વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર-મમતા દીદીના પ્રસ્તાવને 19 પક્ષોની સહમતિ- આ તારીખે દાખલ કરશે નોમિનેશન