દેશ

ભાજપનું વિપક્ષ પર હલ્લા બોલ; યોગી આદિત્યનાથથી માંડીને દેવેન્દ્ર ફડણવીસ સુધી તમામ નેતાઓએ ફોન ટેપિંગ પ્રકરણે કોંગ્રેસને સાણસામાં લીધી

Jul, 21 2021


ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૧ જુલાઈ, ૨૦૨૧

બુધવાર

ઇઝારાયલાના સ્પાઈવેર વડે નેતાઓ, પત્રકારો અને ઉચ્ચ હોદ્દેદારોના ફોન હેક કરાયા હોવાની વાતને સરકારે રદિયો આપ્યો હતો. તેમ છતાં આજે વિપક્ષી પાર્ટીઓ અને કોંગ્રેસે આ મામલે સરકારને સંસદમાં ઘેરવા માટે હોબાળો કર્યો હતો. આ મામલે હવે ભાજપના નેતાઓએ કોંગ્રેસનું પર આકરા પ્રહાર કર્યા હતા. આ મામલે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે લખનઉમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે વિપક્ષના "નકારાત્મક વલણ"ને કારણે સંસદમાં સામાન્ય લોકો વિશેના મુદ્દા પર ચર્ચામાં અવરોધ ઊભો થાય છે. કોંગ્રેસે આ મામલે માફી માગવી જોઈએ તેમ પણ યોગીએ ઉમેર્યું હતું.

દરમિયાન બીજી તરફ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે કોંગ્રેસે કરેલા હોબાળા વિષે કહ્યું હતું કે “કેન્દ્ર સરકારે પેગાસસનો ઉપયોગ કરીને કથિત રીતે ફોન હેક કરવાની વાતને રદિયો આપ્યો છે.” પૂર્વ કેન્દ્રીય આઈટી પ્રધાન રવિશંકર પ્રસાદે સોમવારે નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકાર અને પેગાસસ સ્પાયવેર વચ્ચેની કોઈપણ કડી જોડાયેલી હોવાની વાત ફગાવી દીધી છે. તમામ આક્ષેપોને નકારી કાઢતા રવિશંકર પ્રસાદે કોંગ્રેસની ટિપ્પણી પાયાવિહોણી અને હકીકત દોષથી ભરેલી હોવાનું કહ્યું હતું.

વેપારીઓની દુકાન બંધ અને ડાન્સ બારમાં લલનાઓનું નૃત્ય ચાલુ; થાણેમાં બે પોલીસ અધિકારી સસ્પેન્ડ

આ અંગે સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે IT પ્રધાન અશ્વિની વૈષ્ણવે લોકસભામાં કહ્યું હતું કે “પેગાસસ પ્રોજેક્ટ આપણી લોકશાહી અને એની સુસ્થાપિત સંસ્થાઓને બદનામ કરવાનો પ્રયાસ છે.” ઉલ્લેખનીય છે કે આ સમગ્ર વિવાદ વચ્ચે NSO ગ્રુપે પોતાના નિવેદનમાં કહ્યું કે એ રિપૉર્ટ છાપનારાઓ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરશે. આ અહેવાલો ખોટી જાણકારીના આધારે પ્રકાશિત કરાયા હોવાનો કંપનીનો દાવો છે.

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )