ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૪ મે ૨૦૨૧
સોમવાર
યોગગુરુ બાબા રામદેવનું ઍલૉપથી સંદર્ભેનું નિવેદન હવે તેમને આડું આવી રહ્યું છે. સૌપ્રથમ ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલે બાબા રામદેવની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધવાની રાવ મૂકી હતી. હવે આરોગ્યપ્રધાન ડૉક્ટર હર્ષવર્ધને બાબા રામદેવને પત્ર લખ્યો છે અને જણાવ્યું છે કે તેઓ ઍલૉપથી સંદર્ભે આપેલા પોતાના નિવેદનને પરત લે.
ઉલ્લેખનીય છે કે બાબા રામદેવ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ઍલૉપથીને કારણે કોઈ જ ફાયદો થતો નથી.
બાબા રામદેવ આયુર્વેદ અને યોગના ચુસ્ત સમર્થક છે તેમ જ આજની તારીખમાં ઍલૉપેથીની વિરુદ્ધમાં મેદાને ઊતરેલા એકમાત્ર પહેલવાન છે. આ ઉપરાંત તેઓ યોગના માધ્યમથી અનેક લોકોને રોગ અને ઍલૉપથીની દવાથી દૂર લઈ ગયા છે, પરંતુ હાલ ભારતમાં કોરોનાનો સમયગાળો ચાલી રહ્યો હોવાને કારણે બાબા રામદેવ પર ચારે તરફથી માફી માગવાનું દબાણ છે.
હવે જોવાનું એ રહે છે કે યોગગુરુ શરણે થાય છે કે નહીં.