234
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 ફેબ્રુઆરી 2022
બુધવાર.
દેશના નાણામંત્રી ર્નિમલા સીતારમણે આ વર્ષ એટલે કે ૨૦૨૨નું સૌથી ટૂંકું બજેટ ભાષણ આપ્યુ હતુ. આ વર્ષે તેમણે ૧ કલાક ૩૦ મિનિટ એટલે કે ૯૦ મિનિટમાં પોતાનું બજેટ ભાષણ પૂરું કર્યું.
આ પહેલા તેમણે વર્ષ ૨૦૨૦માં સૌથી લાંબો સમય લીધો હતો. આ બજેટ ભાષણ ૨ કલાક ૪૦ મિનિટ સુધી ચાલ્યુ હતું. ૨૦૧૯માં બજેટ ભાષણ ૨ કલાક ૧૭ મિનિટનું હતું. એટલે કે ૧૩૭ મિનિટ ચાલ્યુ હતુ. જ્યારે વર્ષ ૨૦૨૧ માં આ સમયગાળો ઘટાડવામાં આવ્યો અને આ બજેટ ભાષણ ૧ કલાક ૪૦ મિનિટ સુધી ચાલ્યું. એટલે કે વર્ષ ૨૦૨૧નું બજેટ ભાષણ ૧૦૦ મિનિટનું હતું.
ઉલ્લેખનીય છે કે ર્નિમલા સીતારમણ અત્યાર સુધીમાં ૪ વખત બજેટ રજૂ કરી ચૂક્યા છે. આ બજેટ બીજી વારનું પેપર લેસ બજેટ હતું.
You Might Be Interested In