ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 ઓક્ટોબર, 2021
બુધવાર
ભારત સરકારે બ્રિટનથી આવતા મુસાફરો માટે વધારાની તપાસ અને 10 દિવસના ક્વોરેન્ટાઇનનો નિર્ણય પાછો ખેંચી લીધો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખ્યું છે કે બ્રિટનથી આવતા પ્રવાસીઓ માટે સુધારેલી માર્ગદર્શિકા પાછી ખેંચી લેવામાં આવી છે
ભારતે આ ફેંસલો 11 ઓક્ટોબરો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બ્રિટનના પીએમ બોરિસ જૉનસન સાથે ફોન પર વાત થયા બાદ લીધો છે.
આ દરમિયાન બંને નેતાઓ કોરોના વાયરસ સામે સંયુક્ત લડાઈ અને આંતરરાષ્ટ્રીય મુસાફરીને સાવધાનીપૂર્વક શરૂ કરવાના મહત્વ પર ચર્ચા કરી હતી.
ઉલ્લેખનીય છે કે પહેલા બ્રિટને કોવિશીલ્ડના બંને ડોઝ લઈ ચુકેલા ભારતીયોને ક્વોરન્ટાઈન નહીં રહેવાનો ફેંસલો કર્યો હતો.
બ્રિટિશ સરકારે થોડા દિવસો પહેલા નવા નિયમ જાહેર કર્યા હતા. જેમાં ભારત સહિત કેટલાક દેશોની યાત્રા કરીને બ્રિટન પહોંચેલા મુસાફરોએ 10 દિવસ ક્વોરન્ટાઈન રહેવું પડશે અને કોવિડ-19 ટેસ્ટ પણ કરાવવો પડશે.
કુછ તો ગડબડ હૈ! ચાલાક ચીને કોરોના ઉત્પતિ બાબતે WHOની આ માંગને ફગાવી; જાણો વિગતે