દેશ

વધતા જતા કોરોનાના સંક્રમણ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, હવે આ જગ્યાએ પણ ઉભું કરાશે રસીકરણ કેન્દ્ર અને અપાશે કોરોના રસી.. 

Apr, 8 2021


કોરોના રસીકરણને લઇને કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય કર્યો છે. 

રસીકરણના વ્યાપને વધારવા માટે કેન્દ્ર સરકારે સરકારી અને પ્રાઇવેટ ઓફિસોની અંદર પણ રસી આપવાનો નિર્ણય કર્યો છે.

11 એપ્રિલથી સરકારી અને પ્રાઇવેટ ઓફિસમાં 45 વર્ષ કરતા મોટી ઉંમરના લોકોની સંખ્યા 100 કે તેથી વધારે હશે તો ત્યાં ઓફિસમાં જ રસીકરણ કેન્દ્ર ઉભું કરાશે અને રસીકરણ કરાશે.

સરકારી કે પ્રાઈવેટ ઓફિસની નજીકની સરકારી અથવા તો ખાનગી હોસ્પિટલની ટીમ આ કામ કરશે. 

સાથે જ એક વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે કર્મચારીઓના પરિવાર અને બહારના કોઇ વ્યક્તિને આવા કેન્દ્ર પર રસી આપવામાં આવશે નહીં. 

 

Leave Comments