News Continuous Bureau | Mumbai
દેશના અનેક યુવા વર્ગમાં સૈન્યમાં જોડાઈને દેશની સેવા કરવાનું સપનું હોય છે. પરંતુ કોઈને કોઈ કારણથી તેઓ જોડાઈ શકતા નથી. પરંતુ હવે કેન્દ્ર સરકાર “અગ્નિપથ” ભરતી યોજના લાવી રહી છે, જે હેઠળ યુવાનો પોતાની ઈચ્છાથી ત્રણ વર્ષ માટે શસ્ત્ર સેનામાં ભરતી થઈ શકશે.
“અગ્નિપથ” ભરતી યોજના અંતિમ તબક્કામાં હોવાનું જાણવા મળ્યું છે. આમ તો આ પ્રસ્તાવ બે વર્ષ પહેલાં લાવવામાં આવ્યો હતો, પરંતુ તેનો અમલ હવે કરવામાં આવવાનો છે. “અગ્નિપથ” એટલે કે ટૂર ઓફ ડ્યૂટી એન્ટ્રી સ્કીમ હેઠળ સેનાની ત્રણેય પાંખમાં યુવાનોને ભરતી થવાની તક મળશે.
આ સમાચાર પણ વાંચો : એક સમયે હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘મોતના સૌદાગર’ કહેનાર સોનીયા ગાંધીએ મોદીને પ્રણામ કર્યા. ફોટો વાયરલ જુઓ ફોટો….
સેનાના અધિકારીના કહેવા મુજબ વિશિષ્ટ કાર્યો માટે આ પ્રકારની અલ્પકાલિન સેવા કરવાનો મોકો મળશે. એટલું જ નહીં પમ તેમને વિભિન્ન વિસ્તારોમાં ફરજ પર પણ તહેનાત કરવામાં આવશે. ખાસ કરીને જમ્મુ કાશ્મીર અને પૂર્વોત્તર રાજ્યોના સંવેદનશીલ વિસ્તારોનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સેનાની આ સર્વિસમાં જોડાનારા આઈઆઈટી જેવા ટેક્નિકલ ક્ષેત્રના જાણકાર યુવાનોને પણ તક મળશે. તે માટે પહેલા જોકે તેમને તાલીમ આપવામાં આવશે. શરૂઆતમાં 100 લોકોને ભરતી કરવામાં આવશે. પસંદગી પામેલા ઉમેદવારો કે અધિકારીઓને અન્ય રેંકમાં દેશની સેવા કરવાનો મોકો મળશે. દેશની સશસ્ત્ર સેનામાં 3 વર્ષ સુધી સેવા આપનારા યુવાનને “અગ્નિવીર” ગણવામાં આવશે. ટ્રેનિંગ અને પોસ્ટિંગ દરમિયાન સારું પ્રદર્શન કરનારાને કાયમ માટે સેનામાં ભરતી કરવામાં આવશે.