News Continuous Bureau | Mumbai
ભારત(India)માં છેલ્લા 2 દિવસમાં કોરોના વાયરસ(Coronavirus)ના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને નવા કેસોમાં 26.8 ટકાનો ઘટાડો થયો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 14,830 નવા કેસ નોંધાયા છે, જ્યારે આ સમયગાળા દરમિયાન વાયરસ(covid19)ને કારણે 36 લોકોના મોત થયા છે. આ પછી, કોવિડ-19 સંક્રમિતોની સંખ્યા વધીને 4 કરોડ 39 લાખ 20 હજાર 251 થઈ ગઈ છે, જ્યારે અત્યાર સુધીમાં 526110 લોકોના મોત થયા છે અને 4 કરોડ 32 લાખ 46 હજાર 829 લોકોએ આ વાયરસને માત આપી છે.
આ સમાચાર પણ વાંચો : કામની ઈચ્છા શક્તિ કે પછી સરકાર જલદી તૂટવાનો ડર- શિંદે-ફડણવીસ સરકારે માત્ર 24 દિવસમાં રેકોર્ડબ્રેક આટલા GR મંજૂર- જાણો વિગત
ભારતમાં સક્રિય કેસલોડ (Active case) હાલમાં 1,47,512 છે. સક્રિય કેસ હવે દેશમાં કુલ પોઝિટિવ કેસો(positive case)માં 0.34% છે. પરિણામે, ભારતનો રિકવરી રેટ(recovery rate) 98.47% છે. છેલ્લા 24 કલાકમાં 18,159 દર્દીઓ સાજા થયા છે. આ રીતે સાજા થતા દર્દીઓની સંખ્યા (રોગચાળાની શરૂઆતથી) હવે વધીને 4,32,46,829 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કુલ 4,26,102 કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યા છે. ભારતે અત્યાર સુધીમાં 87.31 કરોડ (87,31,85,917) પરીક્ષણો કર્યા છે. દેશમાં સાપ્તાહિક સકારાત્મકતા દર હાલમાં 4.53% છે, જ્યારે દૈનિક હકારાત્મકતા દર 3.48% હોવાનું નોંધાયું છે.