દેશ

ઉડ્ડયન મંત્રાલયે ડ્રોન રસીની ડિલિવરી માટે ICMR ને આપી શરતી મંજૂરી, આ રાજ્યોમાં પહોંચાડવામાં આવશે ડ્રોન દ્વારા વેક્સિન; જાણો વિગતે 

Sep, 14 2021


ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 14 સપ્ટેમ્બર, 2021

મંગળવાર

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ને આંદામાન અને નિકોબાર ટાપુઓ, મણિપુર અને નાગાલેન્ડમાં ડ્રોનની મદદથી વેક્સિન પહોંચાડવા માટે પરવાનગી આપી છે.

આ માટે ICMR ને 3,000 મીટરની ઊંચાઈ સુધી જ ડ્રોનનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

આ સાથે મંત્રાલયે મુંબઈમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) ને તેના પોતાના પરિસરમાં સંશોધન, વિકાસ અને પરીક્ષણ હેતુઓ માટે ડ્રોનનો ઉપયોગ કરવાની પણ મંજુરી આપી છે.

જોકે બોમ્બે આઈઆઈટી અને આઈસીએમઆર બંનેને ડ્રોન માટે શરતી પરવાનગી આપવામાં આવી છે. 

ઉપરાંત આ પરવાનગી એરસ્પેસ ક્લિયરન્સના નિયમો અને શરતોને આધીન રહેશે અને આ એરસ્પેસ ક્લિયરન્સની મંજૂરીની તારીખથી એક વર્ષ સુધી અથવા આગળના આદેશ સુધી, જે પણ પહેલા હોય ત્યાં સુધી માન્ય રહેશે.

ઉલ્લેખનીય છે કે,બે દિવસ પહેલા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેલંગાણા ખાતે 'મેડિસિન ફ્રોમ ધ સ્કાય' પ્રોજેક્ટ શરૂ કર્યો હતો, આ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોનનો ઉપયોગ કરીને કોરોનાની દવાઓ અને વેક્સિન પહોંચાડવામાં આવશે. 

મધ્ય રેલવેની મોટી કાર્યવાહી : દલાલો પાસેથી સેંકડો ટિકિટો જપ્ત, હવે કાનૂની કાર્યવાહી થશે; આ છે આખો મામલો

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )