ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ઑક્ટોબર, 2021
બુધવાર
સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયએ બાળકોની સુરક્ષા માટે નિયમોમાં ફેરફાર કર્યો છે.
નવા નિયમ પ્રમાણે 4 વર્ષ સુધીના બાળકને મોટરસાઇકલની પાછળ બેસાડીને લઈ જતા સમયે વાહનની સ્પીડ લિમિટ 40 કિમી પ્રતિ કલાકથી વધારે ન હોવી જોઈએ.
વાહન ચાલક પાછળ બેસનાર 9 મહિનાથી 4 વર્ષના બાળકને ક્રેશ હેલ્મેટ પહેરાવવામાં આવશે.
સાથે જ મોટરસાઇકલ ચાલક એ સુનિશ્ચિત કરશે કે 4 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પોતાની સાથે બાઇક કે સ્કૂટર પર બાંધી રાખવા માટે સેફ્ટી હાર્નેસનો ઉપયોગ કરશે.
જોકે, આ નિયમો અત્યારે ડ્રાફ્ટ પર છે પરંતુ, તે ખુબ જ મહત્વપૂર્ણ છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા કેન્દ્ર સરકારે વધી રહેલી સડક દુર્ઘટના પર રોક લગાવવા માટે બે પૈડાના વાહનોની ડિઝાઈન અને પાછળ બેસવાના નિયમમાં ફેરફાર કર્યો છે.
ભાજપમાં યાદવાસ્થળી : ગોવા ભાજપ એકમે રાજ્યપાલ સત્યપાલ મલિકનું રાજીનામું માગ્યું