ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 ઓક્ટોબર 2021
શનિવાર.
લખીમપુર ખીરી હત્યાકાંડના પીડિતોને મળવા પ્રિયંકા ગાંધી ગયાં ત્યારે સીતાપુરમાં તેમની અટકાયત કરવામાં આવી હતી.
આ બાબતના અનુસંધાનમાં ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે કૉન્ગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે જેઓ વિચારે છે કે લખીમપુર ઘટનાને કારણે કૉન્ગ્રેસના નેતૃત્વ હેઠળના વિપક્ષ ઝડપથી સત્તા પર આવશે તો તેઓ ગેરસમજ હેઠળ છે. પ્રશાંત કિશોરના જણાવ્યા મુજબ કમનસીબે, કૉન્ગ્રેસની ઊંડી સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નથી. પ્રશાંત કિશોરે કૉન્ગ્રેસનું નામ લેવાને બદલે તેને GOP એટલે કે ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી કહી છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં એવી અટકળો ચાલી રહી હતી કે પ્રશાંત કિશોર કૉન્ગ્રેસ પાર્ટીમાં જોડાઈ શકે છે. આવી સ્થિતિમાં પ્રશાંત કિશોરનું આ નિવેદન ખૂબ મહત્ત્વનું બની જાય છે. 2014માં ભાજપના ચૂંટણીપ્રચાર કાર્યને જોયા પછી પ્રશાંત કિશોર રાષ્ટ્રીય ક્ષિતિજ પર ચમક્યા, ત્યારથી તેમનો પ્રભાવ સતત વધી રહ્યો છે. એ પણ કોઈથી છુપાયેલ નથી કે ઘણા રાજકીય પક્ષો પ્રશાંત કિશોરને તેમની સાથે લાવવા માટે તૈયાર છે.
ક્રૂઝ ડ્રગ્સ કેસ: કિંગ ખાનના દીકરા આર્યનને ન મળ્યા જામીન, મુંબઈની આ જેલમાં મોકલાયો…
પ્રશાંત કિશોરે શરૂઆતમાં 2014ની લોકસભાની ચૂંટણી માટે ભાજપ સાથે કામ કર્યું હતું અને બાદમાં JDUમાં જોડાયા હતા અને પાર્ટીના ઉપાધ્યક્ષ બન્યા હતા. ઉત્તર પ્રદેશની છેલ્લી વિધાનસભાની ચૂંટણી દરમિયાન પણ તેમણે કૉન્ગ્રેસ સાથે કામ કર્યું હતું. તેમણે પંજાબમાં પાર્ટીને મદદ કરી હતી અને મુખ્ય મંત્રી અમરિંદર સિંહના સલાહકાર હતા.
આ સિવાય તેમણે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જી, દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલ, તામિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં એમ. કે. સ્ટાલિન, આંધ્ર પ્રદેશમાં જગનમોહન રેડ્ડી સાથે કામ કર્યું છે.