ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 જૂન ૨૦૨૧
ગુરુવાર
લોકપ્રિય અભિનેત્રીની જુહી ચાવલાની 5G ટેક્નોલૉજી વિરુદ્ધ દિલ્હી હાઈ કોર્ટમાં ઑનલાઇન સુનાવણી દરમિયાન એક પછી એક ફિલ્મી ગીતો ગુંજ્યાં હતાં. કોર્ટે આ મામલે નારાજગી વ્યક્ત કરી આ ગીત ગાનારાઓને અવમાનની નોટિસ ફટકારવાનો આદેશ આપ્યો હતો અને દિલ્હી હાઈકોર્ટના IT વિભાગને આ શખસોની ઓળખ કરી જરૂરી કાર્યવાહી કરવા માટે દિલ્હી પોલીસને એની જાણકારી આપવાનો આદેશ આપ્યો છે.
હકીકતે જુહી ચાવલાએ આ મિટિંગની લિન્ક સોશિયલ મીડિયા પર શૅર કરી હતી અને એથી અનેક લોકો આ મિટિંગમાં જોડાઈ ગયા હતા. જુહી ચાવલાને જોઈ એક વ્યક્તિએ ‘હમ હૈ રાહી પ્યાર કે’નું જાણીતું ગીત ‘ઘૂંઘટ કી આડ સે દિલબર કા…’ગણગણવાનું શરૂ કરી દીધું. જજે આ વ્યક્તિને મ્યુટ કરવા કહ્યું હતું, ત્યાં બીજી એક વ્યક્તિએ ‘લાલ લાલ હોઠોં પે ગોરી કિસકા નામ હૈ…’ગીત ગાયું હતું. જોકે આ શખ્સને મિટિંગમાંથી બહાર કઢાયો હતો. ત્રીજા એક બુદ્ધિજીવીએ ‘મેરી બન્નો કી આયેગી બારાત’નું ગીત લલકાર્યું હતું. ત્યાર બાદ કોર્ટે ન છૂટકે કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.
સાવધાન!!! કોરોના ની ત્રીજી લહેર આટલા દિવસ ચાલશે.. બહાર આવ્યું ચોંકાવનારું તારણ…. જાણો વિગત
ઉલ્લેખનીય છે કે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે જુહી ચાવલાનો ઉધડો લેતાં જણાવ્યું હતું કે તેણે પહેલા સરકાર સાથે આ મુદ્દે ચર્ચા કરવી જોઈતી હતી. પોતાની ચિંતાઓ સરકાર સમક્ષ રજૂ કર્યા સિવાય તેણે સીધા હાઈ કોર્ટનાં દ્વાર ખખડાવવાં જોઈતાં ન હતાં. જોકેજુહીએ 2008માં મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને મોબાઇલ ટાવરથી નીકળતાં રેડિયેશનથી પશુ-પંખીઓ, માનવ જાતિ અને વનસ્પતિઓને થનારા નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી હતી.