News Continuous Bureau | Mumbai
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ(Congress)ના વરિષ્ઠ નેતા પંડિત સુખ રામ શર્મા(Pandit Sukh Ram Sharma)નું નિધન થયું છે.
તેમણે છેલ્લી રાત્રે લગભગ 1.30 વાગ્યે દિલ્હીની એઈમ્સ(Delhi AIIMS)માં અંતિમ શ્વાસ લીધા.
કહેવામાં આવી રહ્યું છે કે મંગળવારે રાત્રે તેમને ફરીથી હાર્ટ એટેક(Heart attack) આવ્યો, જેના કારણે તેમનું નિધન થયું.
આ પહેલા 9 મેની રાત્રે પણ હાર્ટ એટેકના કારણે તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ(Life support system) પર રાખવામાં આવ્યા હતા.
નોંધનીય છે છે કે સુખરામ શર્માને 4 મેના રોજ બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો જે બાદ તેમની હિમાચલ પ્રદેશના મંડી ખાતે દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાંથી એરલીફ્ટ કરીને દિલ્હીની AIIMS હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : જમ્મુ અને કાશ્મીરના અલગતાવાદી નેતા યાસીન મલિકે કબુલ્યો પોતાનો ગુનો, UAPA-દેશદ્રોહના હતા આરોપ, આ તારીખે આવશે ચુકાદો