News Continuous Bureau | Mumbai
હાલ ભારતમાં અનેક રાજ્યો એવા છે જે કંગાળ થવાના કિનારા પર ઊભા છે. આવા રાજ્યોની સૂચિમાં પશ્ચિમ બંગાળ, દિલ્હી, પંજાબ, તેલંગાણા જેવા રાજ્ય મોખરે છે. વાત એમ છે કે આ તમામ રાજ્યોની સરકારો પોતાના રાજકીય હેતુ સાધવા માટે જનતાને મફતમાં વીજળી, પાણી અને અન્ય સુવિધાઓ પૂરી પાડે છે. હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોના સચિવની બેઠકને સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે જે રાજ્ય વધુ સમય સુધી મફત માં સુવિધાઓ આપવાની વાત કરશે તે રાજ્યને ગરીબીમાં ધકેલી દેશે. પરિણામ સ્વરૂપ અનેક રાજ્યો ની હાલત શ્રીલંકા જેવી થશે. આ સંદર્ભે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ સચિવોને હાકલ કરી હતી કે તેઓ સમજી વિચારીને સરકારી યોજનાઓ લાગુ કરે જેથી રાજ્યની તિજોરી પર વધુ બોજો ન પડે.
આ સમાચાર પણ વાંચો : WHOની ભારત બાયોટેક પર એક્શન, covaxin વેક્સિનની સપ્લાય પર રોક લગાવી; જાણો શું છે કારણ