ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,27 જાન્યુઆરી 2022
ગુરુવાર.
સરકારી માલિકીની એરલાઇન્સ એર ઇન્ડિયા હવે ટાટા ગ્રુપની માલિકીની થઈ ગઈ છે. આજથી ટાટા ગ્રૂપ એર ઈન્ડિયામાં પોતાની સેવા શરૂ કરશે. એર ઈન્ડિયાની માલિકી ટાટા ગ્રૂપને સોંપતાની સાથે જ ડિસઈન્વેસ્ટમેન્ટ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. એર ઈન્ડિયાનું સંચાલન ટાટા ગ્રૂપ દ્વારા કરવામાં આવશે. બહુ જલદી અન્ય ઔપચારિક પ્રક્રિયા પુરી કરવામાં આવશે એવુ એક મિડિયા ચેનલના અહેવાલમાં જાણવા મળ્યું હતું.
કેન્દ્ર સરકારે ખોટમાં ચાલી રહેલી એર ઈન્ડિયાનું ખાનગીકરણ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ એર ઈન્ડિયા માટે ટેન્ડર પ્રક્રિયા બહાર પાડવામાં આવી હતી. ટેન્ડર પ્રક્રિયા બાદ, કેન્દ્ર સરકારે આ ઓક્ટોબર, 2021ના રોજ એર ઈન્ડિયાને ટાટા ગ્રુપની 'ટેલેસ પ્રાઈવેટ લિમિટેડ કંપની'ને 18,000 કરોડ રૂપિયામાં વેચવાનો નિર્ણય લીધો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, એર ઈન્ડિયાનું ટ્રાન્સફર પૂર્ણ થઈ ગયું છે અને ટાટા ગ્રુપ ગુરુવારથી એર ઈન્ડિયામાં તેની સેવા શરૂ કરશે.
મિડિયા ચેનલના અહેવાલ મુજબ એર ઈન્ડિયાના અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે ટાટા ગ્રુપે ગુરુવારથી મુંબઈથી ચાર ફ્લાઈટમાં ભોજન આપવાનું શરૂ કરશે. આ સાથે ટાટા ગ્રુપ એર ઈન્ડિયામાં તેની સેવાઓ શરૂ કરશે. જોકે હાલ તો એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ ટાટા ગ્રુપના નામથી ઓપરેટ કરવામાં આવશે નહીં.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ સો.મીડિયા પ્લેટફોર્મ પર લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું- PM મોદીના ફૉલોઅર્સ વધી રહ્યા છે, મારા નહીં
ટાટા ગ્રૂપ દ્વારા સંચાલિત ફ્લાઇટની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે એવું અધિકારીઓએ જણાવ્યું હતું. આગામી થોડા દિવસોમાં, ટાટા જૂથ સંપૂર્ણપણે એર ઈન્ડિયાનું સંચાલન કરે તેવી અપેક્ષા છે. કેન્દ્ર અને ટાટા વચ્ચેના કરાર મુજબ, ટાટા જૂથને એર ઈન્ડિયા એક્સપ્રેસ અને ગ્રાઉન્ડ હેન્ડલિંગ આર્મ એર ઈન્ડિયા SATSમાં 50 ટકા હિસ્સો પણ આપવામાં આવશે.
એર ઈન્ડિયાના અધિગ્રહણ સાથે ટાટા જૂથ પાસે ત્રણ એરલાઈન્સ હશે. ટાટા ગ્રુપ પહેલાથી વિસ્તારા અને એર એશિયાની માલિકી ધરાવે છે. હવે તેમાં વધુ એક ઉમેરાશે.