ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 નવેમ્બર 2021
મંગળવાર.
કોરોના મહામારીનું જોખમ ઘટતાની સાથે જ ભારતના અર્થતંત્રની ગાડી પાટે ચડી રહી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ રેટિંગ એજન્સીના આકલન પ્રમાણે આગામી ક્વાર્ટરમાં જો ત્રીજી લહેરની બિલકુલ શક્યતા નહીં હોય તો જીડીપી નોંધપાત્ર વધશે.
ક્રેડિટ રેટિંગ એજન્સી બ્રિકવર્કના નવા આકલન પ્રમાણે 2021-22માં જીડીપી 10.50 ટકા રહે તેવી શક્યતા છે.
અગાઉ 2021-22માં જીડીપી નવ ટકા રહેવાની શક્યતા વ્યક્ત થઈ હતી, પરંતુ છેલ્લા ક્વાર્ટરનું પરિણામ જોતાં હવે 10.50 ટકા સુધી જીડીપી જશે એવું ગણિત મંડાયું છે.
જોકે, રિપોર્ટમાં જોખમો અંગે પણ કહેવાયું છે ખાસ કરીને કાચા તેલના ભાવમાં ધરખમ વધારો.
સાથે જ ખનીજ ઉત્પાદન, કાચા તેલની પડતર કિંમતમાં વધારો, કોલસાની અછત જેવા મુદ્દા જીડીપીની ગતિને બ્રેક ન મારે તે જોવું પડશે એવી સલાહ અહેવાલમાં આપવામાં આવી છે.
ઉલેખનીય છે કે લોકડાઉનના કારણે ઉત્પાદન ક્ષમતા ઘટી ગઈ હોવાથી દેશના અર્થતંત્રને ફટકો પડયો હતો.
CAIT એ સરકાર પાસે ક્રેડિટ-ડેબિટ કાર્ડના ઉપયોગ પર લગાતા બેન્ક ચાર્જને લઈને કરી આ માગણી; જાણો વિગત