ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
6 જુલાઈ 2020
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે બાંગ્લાદેશ, શ્રીલંકા, દક્ષિણ કોરિયા અને એશિયન બ્લોકથી આવતા ચીની માલની આયાત ઝડપથી વધી રહી હોવાના ડર વચ્ચે માલ સામાનની સખત તપાસ કરવાની માંગ કરી છે. આ વર્ષના બજેટમાં સૂચિત ફેરફારોને અનુલક્ષીને, ભારતમા મુક્ત વેપાર પટ્ટો ધરાવતા દેશો માટે, રાહત-લાભ મેળવવા જે દાવો કરવાનાં નિયમો છે તેને કડક બનાવવા અને કસ્ટમ કાયદામાં ઝડપી ટ્રેકિંગ સુધારા માટે દબાણ કર્યું છે. મંત્રાલયે નાણાં મંત્રાલયને વિનંતી કરી છે કે તેઓ મૂળ નિયમોને લગતી કડક જોગવાઈઓ રજૂ કરી, એફટીએના દુરૂપયોગને રોકવા માટે કસ્ટમ અધિકારીઓને સશક્ત બનાવે.
બજેટમાં, સરકારે વેપાર કરાર હેઠળ મૂળ નિયમોના વહીવટ પર કસ્ટમ્સ એક્ટમાં એક નવો અધ્યાય દાખલ કર્યો હતો, જેને અનુક્રમે અપૂર્ણ માહિતી અથવા ચકાસણી અને પાલન ન કરવાના કિસ્સામાં પ્રેફરન્શિયલ ટેરિફ ટ્રીટમેન્ટને સ્થગિત અને નકારવાની સત્તા આપે છે.આપી હતી.
ભારત હવે ત્રીજા દેશોમાંથી આવતી આયાતની સંપૂર્ણ તપાસ કરશે અને શંકાસ્પદ માલસામાનને ક્લિયરન્સ આપવામાં આવશે નહીં ... સરકારમાં ઉચ્ચ સ્તરે સંપૂર્ણ રીતે બિનજરૂરી આયાત રોકવાની જરૂર છે, એમ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
સૂચિત નિયમો મુજબ, જો આયાત કરનાર જોગવાઈ મુજબની ફરજ વચ્ચે સમાન રકમની ડિપોઝીટ ચૂકવે અને પ્રેફરન્શિયલ ડ્યુટી દાવો કરે, તો આ પગલું ભારતમાં ચાઇનાથી આવતી શિપમેન્ટની રોકવા અને ચીના દ્વારા ત્રીજા દેશ થકી ભારતમાં ઠાલવવામાં આવતા માલને રોકવા માટે કામ લાગશે.. આથી નવા નિયમોની સૂચના આપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, એમ જાણકારી પણ અધિકારી એ આપી હતી....
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com