ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 ઑગસ્ટ, 2021
શુક્રવાર
હવે સમગ્ર દેશમાં, દરેક ઘરમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. સરકારે આ માટે સમય મર્યાદા નક્કી કરી દીધી છે.
આ અંગે ઉર્જા મંત્રાલય દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.
ઉર્જા મંત્રાલયે તેના નોટિફિકેશનમાં કહ્યું છે કે, ડિસેમ્બર 2023 સુધીમાં તમામ બ્લોક લેવલની સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે.
સાથે નોટિફિકેશનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, રાજ્ય વીજ આયોગ આ સમયમર્યાદાને બે વખત અને વધુમાં વધુ 6 મહિના સુધી લંબાવી શકે છે. જોકે, તેઓએ આ માટે માન્ય કારણો પણ આપવાના રહેશે.
નોટિફિકેશન અનુસાર, માર્ચ 2025 સુધીમાં પ્રીપેડ સ્માર્ટ મીટર દેશભરમાં લગાવવામાં આવશે.
પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવ્યા પછી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે વીજળી વિતરણ કંપનીઓની આર્થિક સ્થિતિ સુધરશે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા ઉર્જા મંત્રાલયે સરકારના તમામ કેન્દ્રીય મંત્રાલયોને સલાહ આપી હતી કે તેઓ તેમના વહીવટી નિયંત્રણ હેઠળની સંસ્થાઓને પ્રીપેડ સ્માર્ટ મીટર સ્થાપિત કરવાનો નિર્દેશ આપે.
આગામી જુલાઈ સુધી મુંબઈની પાણીની ચિંંતા ટળી ગઈ, જળાશયોમાં થઈ ગયું આટલા દિવસનું પાણી જમા; જાણો વિગત