ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 સપ્ટેમ્બર, 2021
સોમવાર
ગુજરાતના મુખ્ય મંત્રીપદ માટેની રેસમાં રાજ્યના કાર્યકારી મુખ્ય મંત્રી નીતિન પટેલનું નામ સહુથી આગળ હતું. જે નામની દૂર દૂર સુધી કોઈ ચર્ચા ન હતી એવા ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર થયું. એથી ફરી વાર આ રેસમાં પાછળ રહી ગયેલા નીતિન પટેલે પોતાની હૈયાવરાળ બહાર કાઢી છે.
બળાપો ઠાલવતાં પોતાના પહેલાં નિવેદનમાં નીતિન પટેલે કહ્યું હતું કે 'હું મહેસાણાનું પાણી પીધેલો અસલ પાટીદાર છું. મને કોઈ કાઢી શકે એમ નથી. ૩૦ વર્ષથી ભાજપ સાથે સંકળાયેલો છું. અનેક ઉતાર-ચઢાવ મેં જોયા છે. નવનિર્માણ આંદોલન હોય કે કૉન્ગ્રેસની સરકારનો સમય, મેં ખૂબ ડંડા ખાધા છે. હું પક્ષનો એક નાનકડો કાર્યકર્તા છું અને રહીશ. કોઈના કહેવાથી હું જતો નથી રહેવાનો. આજે હું જે કંઈ પણ છું એ મહેસાણા અને કડીને કારણે છું. એથી આ જનતાના હૃદયમાં છું ત્યાં સુધી મને કોઈ હલાવી શકે તેમ નથી.'