ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૯ જૂન ૨૦૨૧
શનિવાર
બ્લડ પ્લાઝમા લોહીનો ખૂબ મહત્ત્વનો ભાગ છે. આ બ્લડ પ્લાઝમાનો ઉપયોગ બીમાર વ્યક્તિની સારવાર માટે થતો હોય છે. હવે અમેરિકાના લોકોએ પોતાના બેફામ થતા ખર્ચને પહોંચી વળવા બ્લડ પ્લાઝમા વેચવાનું શરૂ કરી દીધું છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે હવે તો અમેરિકામાં રીતસરના ખાનગી પ્લાઝમા ડૉનેશન સેન્ટરો ખૂલી ગયાં છે, જે બ્લડ પ્લાઝમાના બદલામાં લોકોને પૈસા ચૂકવે છે.
અમેરિકામાં હજારો લોકો ફાર્મા કંપનીઓને પ્લાઝમા વેચી અને લાખો રૂપિયા બનાવે છે. એક મીડિયા હાઉસના અહેવાલ અનુસાર વર્ષ ૨૦૧૯માં ફાર્મા કંપનીઓએ પ્લાઝમા ખરીદવા માટે કુલ ૨૭૦ કરોડ રૂપિયા ખર્ચ્યા છે. આ લોકો જ્યારે આર્થિક ભીંસમાં સપડાય છે ત્યારે પોતાના ખર્ચને પહોંચી વળવા આ રીતે પૈસા કમાય છે.
મહારાષ્ટ્રમાં આજથી આ ઉંમરની ઉપરના લોકોનું વેક્સિનેશન શરૂ થયું.
ઉલ્લેખનીય છે કે એક લિટર પ્લાઝમાની કિંમત બજારમાં૧૪ હજાર રૂપિયાથી વધુ છે. એક ડૉનરને પ્લાઝમા ડૉનેટ કરવા માટે દર વખતે ૩,૭૦૦ રૂપિયા આપવામાં આવે છે. લોહીમાંથી પ્લાઝમા મેળવવામાં ખૂબ જ સમય લાગે છે એથી એની કિંમત પણ વધુ છે.