News Continuous Bureau | Mumbai
દેશમાં હવે આધાર કાર્ડ એક મહત્ત્વનો ઓળખપત્ર બની ગયો છે. પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું ફરજિયાત કરી નાખ્યું છે. હવે cને પણ આધાર કાર્ડ સાથે લિંક કરવાની સરકારે યોજના બનાવી છે.
બહુ જલદી દેશના અમુક રાજ્યોમાં તેને અમલમાં મુકવામાં આવે એવી શક્યતા છે. તેનાથી સરકારને એક ઓટોમેટિક વેરિફિકેશન સિસ્ટમ બનાવવામાં મદદ મળશે. આધાર કાર્ડ જાતિ અને આવક પ્રમાણપત્ર સાથે લિંક થવાથી જુદી જુદી યોજનાઓના લાભાર્થીઓને તેનો ફાયદો મળશે એવો સરકારનો દાવો છે.
આ સમાચાર પણ વાંચો : સંસદમાં 20 વર્ષ પછી અચાનક ગુંજ્યો ગોધરા કાંડનો મુદ્દો, RJD સુપ્રીમો લાલુ પ્રસાદ પર થયા આ આક્ષેપ; જાણો શું સમગ્ર મામલો
મીડિયા હાઉસમાં આવેલા અહેવાલ મુજબ સરકાર જાતિ અને આવક પ્રમાણપત્રને આધાર સાથે લિંક કરીને સૌથી પહેલા પછાત જાતિઓના વિદ્યાર્થીઓને તેમના ખાતામાં સ્કોલરશીપ આપશે. તેનો ફાયદો 60 લાખ વિદ્યાર્થીઓને થશે. આધાર સાથે લિંક થવાથી ઓટોમેટિક વેરિફિકેશન સિસ્ટમની મદદથી સરકાર લાભાર્થી સુધી પહોંચી શકશે.
આ યોજના સરકાર સૌ પ્રથમ રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને તેલંગણામાં કરવા માંગે છે. આ રાજ્યોમાં જાતિ અને આવકના પ્રમાણપત્ર સાથે જોડવાનું કામ લગભગ પૂરું થવા આવ્યું હોવાનું કહેવાય છે.