370
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 ઓક્ટોબર, 2021
ગુરુવાર
ભારતે આજે દુનિયામાં ઐતિહાસિક મુકામ હાંસલ કર્યો છે.
દેશમાં કોરોના સામેની ઝુંબેશ શરૂ થયાના 9 મહિના પછી, ભારત આજે 100 કરોડ વેક્સિન ડોઝ આપવાનો સીમાચિહ્ન પાર કર્યો છે.
આ પ્રસંગને ખાસ બનાવવા માટે કેન્દ્ર સરકારે ઘણા કાર્યક્રમોની યોજનાઓ પણ તૈયાર કરી છે.
આજે લાલ કિલ્લા ખાતે દેશનો સૌથી વિશાળ ખાદીનો તિરંગો પ્રદર્શિત કરવામાં આવશે.
આ ઉપરાંત સરકારની યોજના હવાઈ જહાજ, જહાજો, મહાનગરો અને રેલવે સ્ટેશનો પર વેક્સિનેશન ઈતિહાસ અંગેની સાર્વજનિક જાહેરાત કરાવવાનો છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં પહેલી રસી 16 જાન્યુઆરી 2021 ના રોજ આપવામાં આવી હતી. ચીન સિવાય, ભારતે પહેલાથી જ વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં રસીના વધુ ડોઝ આપ્યા છે.
કિંગ ખાનની ધીરજ હવે ખૂટી! પુત્ર આર્યન ખાનને મળવા માટે આર્થર રોડ જેલ પહોંચ્યો; જુઓ વિડિયો
You Might Be Interested In