ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 ફેબ્રુઆરી 2022
સોમવાર
ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આજે દેશમાં કોવિડના 34,113 નવા કેસ નોંધાયા છે. રવિવારની સરખામણીએ આજે લગભગ 10 હજાર ઓછા કેસ નોંધાયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 34,113 નવા કેસ નોંધાયા છે અને 346 લોકોના મોત થયા છે. આ સાથે કોરોના સંક્રમણના કુલ કેસોની સંખ્યા વધીને 42,665,534 થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં 509,011 લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટીવિટી રેટ 3.19 ટકા છે. આ દરમિયાન 91,930 કોરોના ચેપમાંથી સ્વસ્થ થયા છે અને આ રીતે કોવિડમાંથી સાજા થનારા દર્દીઓની કુલ સંખ્યા 41,677,641 થઈ ગઈ છે.
પહેલા જ દિવસે શેર બજારમાં મોટું ગાબડું, સેન્સેક્સ આટલા અંક તૂટ્યો તો નિફ્ટી 17000ની નીચે
દેશમાં સક્રિય કેસોની સંખ્યા 4,78,882 છે, જે કુલ કોવિડ કેસના 1.12 ટકા છે. કોવિડમાંથી 91,930 લોકો સાજા થયા પછી, આ કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,16,77,641 થઈ ગઈ છે. માહિતી અનુસાર, વાયરસના કારણે 346 લોકોના મોત બાદ મૃત્યુઆંક વધીને 5,09,011 થઈ ગયો છે.
દેશમાં કોવિડ રિકવરી રેટ 97 ટકાથી ઉપર છે. દેશમાં રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ, અત્યાર સુધીમાં કોવિડ-19 રસીના 1,72,95,87,490 થી વધુ ડોઝ લોકોને આપવામાં આવ્યા છે.