265
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 01, માર્ચ 2022,
મંગળવાર,
યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને ભારત પાછા લાવવા માટે હવે ભારતીય વાયુસેના એક્શનમાં આવી છે.
મોદી સરકારે હવે વાયુસેનાને પણ ઓપરેશન ગંગામાં જોડાવા માટે આદેશ આપ્યો છે.
ભારતીય વાયુસેનાના વિમાનોને તેમાં જોડવાના કારણે રેસ્કયુ ઓપરેશન ઝઢપી બનશે.
આ ઉપરાંત ભારત દ્વારા રાહત સામગ્રી મોકલવાની કામગીરી પણ ઝડપ પકડશે.
વાયુસેનાન સી-17 વિમાનોને આ ઓપરેશનમાં જોડવામાં આવે તેવી શક્યતા છે અને તેઓ આજથી જ ઉડાન ભરી શકે છે.
યુક્રેનમાં દિવસેને દિવસે સ્થિતિ બગડી રહી હોવાથી સરકાર માટે ભારતીયોને પાછા ઝડપથી લાવવા જરુરી બની ગયુ છે.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી એર ઈન્ડિયા દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યુ હતુ.
You Might Be Interested In