દેશ

હવે બે અઠવાડિયામાં ખેડૂત આંદોલન સમેટાયું સમજો. આવનાર દિવસમાં આ કારણથી ખેડૂતો પાછા ફરશે.

Feb, 22 2021


ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

22 ફેબ્રુઆરી 2021

આંદોલન કરી રહેલા ખેડૂતો ને પોતાના માદરે વતન પાછા જવું પડે તેવી પરિસ્થિતિ પેદા થઇ છે. આ પાછળનું મુખ્ય કારણ છે ખેતરમાં ઊભેલો તૈયાર પાક. આ પાક ની અવગણના કોઇપણ ખેડૂત કરી શકે તેમ નથી. તેમજ પાકને લણવો, ત્યારબાદ તેને સાફ કરવો અને વેચવો આ આખી પ્રક્રિયા આશરે બે મહિના સુધી ચાલે છે.ત્યાર પછી ખેડૂતોએ તરત જ બીજા પાક ની તૈયારી માટે ખેતર તૈયાર કરવું પડે છે. આ બધી પરિસ્થિતિમાં ખેડૂતો એ સમયસર પોતાના માદરે વતન પહોંચવું પડશે નહીં તો તેઓ આર્થિક રીતે પાયમાલ બની જશે.

એવું માનવામાં આવી રહ્યું છે કે આજથી પંદર દિવસ પછી ખેડૂતો પરત ફરવાની શરૂઆત કરશે. ત્યારબાદ તેઓ આશરે બે મહિના સુધી વ્યસ્ત રહેશે.

ઉલ્લેખનીય છે કે અત્યાર થી જ અમુક ખેડૂતો આંદોલન લંબાવવાને કારણે પોતાના વતન ચાલી ગયા છે. જેથી આંદોલન પહેલાં કરતાં વધુ નબળું પડી ગયું છે. આટલું જ નહીં આંદોલનકારીઓના કહેવાતા નેતા ટીકૈત પોતે હવે આંદોલનને ચાલુ રાખવા માટે અલગ-અલગ વિસ્તારમાં જઇને સભાઓ કરી રહ્યા છે તેમજ ગ્રામસભાઓનો સહારો લઈને જાતિવાદના આધારે આંદોલનને આગળ વધારવાના પ્રયત્નો કરી રહ્યા છે.

Leave Comments