દેશ

જમ્મુ કાશ્મીરમાં મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવાયું: સુરક્ષા દળોએ પાકિસ્તાની ડ્રોન પોડી પાડ્યું, આટલા કિલોગ્રામ વિસ્ફોટક સામગ્રી કરાઇ જપ્ત

Jul, 23 2021


જમ્મુ કાશ્મીર ખાતે સુરક્ષા દળોને આજે મોટી સફળતા મળી છે. અખનૂર ખાતે પોલીસે એક પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું છે.

જાણવા મળ્યા મુજબ ડ્રોનમાંથી 5 કિલો આઈઈડીનો જથ્થો મળી આવ્યો છે.

હવે એજન્સીઓ દ્વારા એ અંગે તપાસ કરવામાં આવી રહી છે કે, શું લશ્કર પાછલી વખતની જેમ આતંકવાદી હુમલા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવાનું હતું.

ડ્રોન આંતરરાષ્ટ્રીય સરહદથી 8 કિમી અંદર મળી આવ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 

ઉલ્લેખનીય છે કે  જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 1 મહિનાથી ડ્રોનની ગતિવિધિઓ તેજ થઈ છે. અહીં 27 જૂનના રોજ ભારતીય વાયુસેના સ્ટેશન પર વિસ્ફોટક પાડવા માટે ડ્રોનનો ઉપયોગ થયો હતો. 

મુંબઈ મહાનગરપાલિકા નો મોટો નિર્ણય : હવે ખાનગી સોસાયટીનું ફાયર ઓડિટ ખાનગી સંસ્થા કરી શકશે. પરંતુ આ શરતોને આધીન 

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )